બોલીવુડ ન્યુઝ/ સોનુ સૂદ સાઈકલ લઈને બ્રેડ-ઈંડા વેચવા નિકળ્યા , જૂઓ VIDEO માં

કોરોનાના આ કપરા સમય માં  લોકોમાં ‘મસિહા’ તરીકે પ્રખ્યાત થયેલા સોનુ સૂદે અત્યાર સુધીમાં હજારો લોકોને મદદ કરી છે

Entertainment

કોરોનાના આ કપરા સમય માં  લોકોમાં ‘મસિહા’ તરીકે પ્રખ્યાત થયેલા સોનુ સૂદે અત્યાર સુધીમાં હજારો લોકોને મદદ કરી છે. તેણે અનેક લોકોને તેના ઘરે પહોંચવામાં, ધંધો શરુ કરવામાં, અભ્યાસ કરવામાં, સારવાર કરાવવામાં ખૂબ મદદ કરી છે.  પરંતુ આ બધાની વચ્ચે સોનૂનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની સુપરમાર્કેટ ખોલવાના સમાચાર આપતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં સોનૂએ આ સુપરમાર્કેટમાં જબરદસ્ત ઓફર પણ આપી છે. જે ઓફર છે10 ઇંડા સાથે એક બ્રેડ પણ ફ્રીમાં આપવાની.

સોનૂ સૂદે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક સાયકલ પર બેઠેલો જોવા મળે છે. સોનૂ આ વીડિયોમાં કહી રહ્યો છે કે, ‘કોણ બોલે છે કે મોલ્સ બંધ થઈ ગયા છે, સૌથી મહત્વપૂર્ણ અને મોંઘી સુપરમાર્કેટ તૈયાર છે. જુઓ મારી પાસે બધું છે. એક ઇંડા છે જેની કિંમત હાલમાં 6 રૂપિયા છે, બ્રેડ 40 રૂપિયાની છે, તેનું નાનું છે જે 22 રૂપિયાનું છે, પાવ છે, બિસ્કીટ પણ છે. તો જે આ વસ્તુઓ ઓર્ડર કરવા ઇચ્છે છે તે જલદીથી મને ઓર્ડર આપો.’

જો કે આ વીડિયો સોનૂ સૂદે ખાસ કારણથી બનાવ્યો છે. સોનૂએ આ વિડિઓ #SupportSmallBusiness એટલે કે નાના ઉદ્યોગોને મદદ આપવા વિશે વાત કરવા બનાવ્યો છે. તેણે કેપ્શનમાં સાથે લખ્યું પણ છે. જો કે આ પહેલો વીડિયો નથી કે જેના દ્વારા સોનુ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યો છે. આ પહેલા તે ‘સોનૂ સૂદ કા લેમોનેડ’ અને ‘સોનુ સૂદ કા ઢાબા’ જેવા પ્રયાસ પણ કર્યા છે.

https://www.instagram.com/p/CQdv4H0gyEe/?utm_source=ig_embed&ig_rid=f86d8273-fa26-4e76-8985-c6299cf017ad