#Bollywood_Actress/ લંડનમાં કૃતિ સેનન આ મિસ્ટ્રી મેનને ડેટ કરી રહી છે? ફોટો વાયરલ

બધાને ઉત્સુકતા છે કે આ મિસ્ટ્રી મેન કોણ છે? કૃતિ સેનન અત્યારે રાજેશ કૃષ્ણન નિર્ધેશિત અને બાલાજી મોશન પિક્ચર્સ અને અનિલ કપૂર ફિલ્મ્સ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક સાથે કામ કરી રહી છે. જેમાં એકતા કપૂર, રિયા કપૂર,………..

Entertainment

Entertainment News: કૃતિ સેનન બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક ગણાય છે. તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મ તેરી બાતો કો ઉલઝા જીયામાં રોબોટની ભૂમિકામાં ઓડિયન્સે ખૂબ પ્રેમ આપ્યો છે. અભિનેત્રી પોતાની આગામી ફિલ્મના ક્રૂ સાથે મનોરંજન કરવા તૈયાર છે. તાજેતરમાં કૃતિ લંડનના રસ્તાઓમાં અજાણ્યા વ્યક્તિ સાથે ફરી રહી છે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે. બંને જણા એકબીજાનો હાથ પકડી ઘૂમતા જોઈ શકાય છે.

સોશિયલ મીડિયામાં ફોટો ફરતાં જ કૃતિ સેનન કોઈને ડેટ કરી રહી છે તેવી અટકળો થઈ રહી છે. કેટલાકનું માનવું છે કે આ છોકરો કબીર બહિયા છે. કૃતિ ઈન્સ્ટા પર તેને ફોલો કરે છે. કોઈએ લખ્યું છે કે આ છોકરો કબીરના જેવો દેખાય છે. ઘણો સુંદર દેખાય છે. શાબાશ કૃતિ. તો અન્ય ઝર્શ લખે છે શું બંનેન જણા ડેટ કરી રહ્યા છે? તેને જીવનસાથી મળી ગયો છે. જોકે, કેટલાક તેને અફવા ગણે છે. કૃતિનું નામ અગાઉ પ્રભાસ સાથે જોડાઈ ગયું છે.

આ અંગે હજુ કોઈ પુષ્ટિ કરાઈ નથી.  બધાને ઉત્સુકતા છે કે આ મિસ્ટ્રી મેન કોણ છે? કૃતિ સેનન અત્યારે રાજેશ કૃષ્ણન નિર્ધેશિત અને બાલાજી મોશન પિક્ચર્સ અને અનિલ કપૂર ફિલ્મ્સ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક સાથે કામ કરી રહી છે. જેમાં એકતા કપૂર, રિયા કપૂર, અનિલ કપૂર, દિહૃગ્વિજય પુરોહિત, દિલજીત દોસાંઝ, કપિલ શર્મા, કરીના કપૂર, તબ્બૂ પણ છે.

ડકૈતી કોમેડી ફિલ્મ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે. તે સિવાય પાઈપલાઈનમાં પહેલેથી તેમના પ્રોડકશન દો પત્તી પણ છે. જેમાં તે દિલવાલેના સહકલાકાર કાજોલ સાથે જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃTirupati/ જાન્હવી કપૂર શા માટે મંદિરના ઘૂંટણિયે પગથિયા ચઢી રહી છે, વીડિયોમાં જણાવ્યું

આ પણ વાંચોઃસુરતમાં તબીબ બ્રેઈનડેડ થતાં 7 લોકોને નવજીવન બક્ષ્યું

આ પણ વાંચોઃ Banaskantha/ પાલનપુરના પટોસણમાં એકસાથે દૂધાળા પશુઓના મોતથી પંથકમાં ચકચાર…