મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના બે લાખ જેટલા શહેરી જનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂપિયા પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ની ૫૩ એમ.એલ.ડી કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું લોકાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રીએ વેરાવળમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં બનાવાયેલ ૩૧.૯૭ લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ડીવાયએસપી કચેરી નું પણ લોકાર્પણ કર્યું હતું
તેમણે ત્યાર બાદ ગીર સોમનાથ જિલ્લા ના અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લા માં કોરોના રસીકરણ અંગેની કામગીરી ની સમીક્ષા કરી હતી તેમજ જિલ્લામાં સૌ કોઈને રસીકરણ માં આવરી લેવામાં આવે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કોરોના ની સંભવિત ત્રીજી લહેર ના સામના માટે તંત્રની સજજતા અંગે પણ વિગતો મેળવી હતી.
વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સાંસદ રાજેશભાઇ ચુડાસમા ,પ્રદેશ ભાજપ મહામંત્રી ઝવેરી ભાઈ ઠકરાર, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ જૂનાગઢના રેન્જ આઇજી મનીન્દર સિંઘ પવાર ઇન્ચાર્જ કલેકટર ડી.ડી. ઓ રવીન્દ્ર ખતાલે, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઇ જોટવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
