કોરોનાનાં નવા વેરિઅન્ટથી સમગ્ર દુનિયા પરેશાન છે. ત્યારે ખાસ કરીને કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ એશિયાનાં દેશોમાં મોટું તાંડવ કરી રહ્યો છે. જો કે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ઓસ્ટ્રેલિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કોરોનાની અસર / દેશ અને દુનિયામાં કોરોનાથી થતી મોતનાં આંકમાં ઘટાડો, જાણો આજનો આંકડો
ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેનમાં લોકડાઉન
ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હવે મોટી મુસિબતને લઇને આવી રહ્યો છે. અંદાજે 10 મિલિયન ઓસ્ટ્રેલિયન લોકો માટે આ એક મોટી સમસ્યા બનીને આવી રહ્યો છે. જેના કારણેે હવે લોકોને લોકડાઉનમાં રહેવાની ફરજ પડી રહી છે. હવે ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેનમાં પણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાનું ચોથું શહેર બન્યુ છે, જ્યાા લોકડાઉન લાદવામાં આવ્યુ છે. બ્રિસ્બેનમાં કુલ ત્રણ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. જે મંગળવાર સાંજથી શરૂ થશે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન પહેેલા સિડની, પર્થ અનેે ડાર્વિનમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ક્વીંસલેંડનાં અધિકારીનાં કહેવા મુજબ વિદેશીઓનું આગમન વાયરસ સાથે થવાથી મુખ્ય શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. બ્રિસ્બેનની આસપાસનાં વિસ્તારોને પણ લોકડાઉન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 30,500થી વધારે લોકો સંક્રમિત થયા છે અને 910 લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા છે.

ડ્રોન એટેક / જમ્મુ એરફોર્સ સ્ટેશન હુમલાની તપાસ ગૃહમંત્રાલયે NIA ને સોંપી, જાણો દેશ માટે કેટલો મોટો ખતરો?
જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સિવાય ઘરની બહાર નીકળવામાં પાબંદી
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 30,500થી વધારે લોકો સંક્રમિત થયા છે અને 910 લોકોનાં કોરોનાથી મોત થયા છે. લોકડાઉન, માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગનાં કડક નિયમોનાં કારણે ઓસ્ટ્રેલિયા આ સફળતા મેળવી શક્યું છે. પરંતુ વધારે સંક્રમણ ડેલ્ટા વેરિયંટનાં કારણે અહીંયા ફેલાવાનો ખતરો હાલ ઉભો થયો છે. ઓસ્ટ્રેલિયાનાં ચારેય શહેરોમાં લોકોને જરૂરી કામ, વ્યાયામ, કરિયાણું કે દવા ખરીદવા સિવાય ઘરની બહાર નહીં નીકળવાનો આદેશ કરાયો છે. ઓસ્ટ્રેલિયામાં કોરોના વેક્સિનનાં 7.4 મિલિયન ડોઝ આપવામાં આવ્યાં છે, જેમાંથી પાંચ ટકા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે.

જમ્મુ / મિલિટ્રી સ્ટેશન પાસે જોવા મળ્યુ વધુ એક ડ્રોન, તો શું કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યા છે આતંકી?
દેશમાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર તાાજેતરમાં શાંત થઈ ગઈ છે, પરંતુ મૃત્યુઆંક અટક્યો નથી. છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19 નાં કારણે 907 લોકોનાં મોત નીપજ્યાં છે અને 37,566 નવા કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,03,16,897 થઇ ગઇ છે અને મૃત્યુઆંક 3,97,637 પર પહોંચી ગયો છે. કોરોનાથી ઠીક થઇ રહેલા લોકોનો દર વધીને 96.87 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.12 ટકા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 56,994 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેનાથી અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,93,66,601 પર પહોંચી ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 5,52,659 છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 32,90,29,510 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 52,76,457 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

