સલાહ/ એમ્બ્રોઝે બતાવ્યું કે ટીમ ઇન્ડિયા મોટી ટુર્નામેન્ટમાં કેમ હારે છે ?

ઈન્ડિયાએ તેનું છેલ્લું આઈસીસી ખિતાબ 2013 માં ઈંગ્લેન્ડમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી ત્યારથી ટીમે દરેક આઇસીસી ટૂર્નામેન્ટની નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો છે, પરંતુ તે સેમિ-ફાઇનલ અથવા ફાઇનલમાં હારી જાય છે. 

Sports

વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોઝે જણાવ્યું હતું કે  પાછલા સાત વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમ આઈસીસીનો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહ્યુ છે તે જોઈને  આશ્ચર્ય થાય છે. ટીમ ઈન્ડિયાએ તેનું છેલ્લું આઈસીસી ખિતાબ 2013 માં ઈંગ્લેન્ડમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી ત્યારથી ટીમે દરેક આઇસીસી ટૂર્નામેન્ટની નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો છે, પરંતુ તે સેમિ-ફાઇનલ અથવા ફાઇનલમાં હારી જાય છે.

આમાં  ત્રણ વખત  વિરાટ કોહલીની કપ્તાની હેઠળ હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, ભારતને 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે, ન્યુઝીલેન્ડને 2019 ના વર્લ્ડ કપના સેમિફાઇનલમાં અને ન્યુઝીલેન્ડને ગત સપ્તાહે ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

એમ્બ્રોઝે કર્ટલી કરિશ્મા શોમાં કહ્યું, ‘છેલ્લા 6-7 આઇસીસી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફાઇનલ અથવા સેમિફાઇનલમાં હારી ગઈ છે. હું માત્ર આશ્ચર્ય પામી રહ્યો છું કે આવું કેમ થઈ રહ્યું છે ?. કારણ કે તેઓ ખૂબ જ સફળ બની રહ્યા છે. પરંતુ જ્યારે તે મોટી તકો સુધી પહોંચે છે, ત્યારે તેઓ નિષ્ફળ જતા રહે છે.એમ્બ્રોઝે ટીમ ઈન્ડિયાને સલાહ આપી છે કે જે યોજના સફળતા અપાવે છે તેને વળગી રહેવાનું છે પરતું તેના બદલે  તેઓ સેમિ-ફાઇનલ અથવા ફાઈનલ રમી રહ્યા હોય ત્યારે  તેમની રમત યોજના બદલી દે છે.જો એમ હોય તો તે ખોટું છે. ભૂતપૂર્વ ક્રિકેટર તરીકે (હું ફક્ત એટલું જ કહી શકું છું) સફળ થવા માટે તમે જે વસ્તુઓ કરો છો, તમે જ્યાં છો ત્યાં પહોંચવા માટે, તમે તેમ કરવાનું ચાલુ રાખો અને સુધારવાનો પ્રયાસ કરો.