ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની એશિઝ સીરીઝ 2021-22ની બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે અત્યાર સુધી 400થી વધુ રનની લીડ મેળવી લીધી છે. બન્ને ટીમો વચ્ચેની આ મેચ એડિલેડનાં ઓવલમાં ડે-નાઈટ તરીકે રમાઈ રહી છે.
આ પણ વાંચો – હરાજી / આર્જેન્ટિનાના મહાન ફૂટબોલ ખેલાડી મેરાડોનાની લક્ઝરી કાર સહિતની સંપત્તિની આજે હરાજી કરવામાં આવશે…
આપને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં નવ વિકેટે 473 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઈનિંગમાં 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મેચનાં ચોથા દિવસની શરૂઆત પહેલા ઓપનર ડેવિડ વોર્નરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમે પણ આ વીડિયો જોયા પછી હસવાનું રોકી નહીં શકો. વોર્નર ત્રીજા દિવસે જ બીજી ઇનિંગમાં રનઆઉટ થયો હતો. આ પછી જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં ગયો તો તેને છીંક આવી. વોર્નરની છીંક એટલી જોરદાર હતી કે તેની ખુરશી પણ હલી ગઈ અને આ દરમિયાન તે પાછળની તરફ પણ પડી ગયો. આ જોઈને તેની બાજુમાં બેઠેલા ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને કોચ જસ્ટિન લેંગર વોર્નરની બિલકુલ બાજુમાં બેઠા હતા. પરંતુ વોર્નરની છીંક એટલી જોરદાર હતી કે સ્મિથ અને લેંગર બન્ને ગભરાઈ ગયા. વોર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના આ વીડિયો પર ફેન્સ ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
Rib soreness + sneezing = scenes.
Poor David Warner 🙈😅 #Ashes pic.twitter.com/nfjE6g38hv
— 7Cricket (@7Cricket) December 19, 2021
આ પણ વાંચો – BWF World Championships 2021 / કિદામ્બી શ્રીકાંતે ભારતના જ લક્ષ્ય સેનને સેમીફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ
વોર્નર 38 બોલ રમીને બીજી ઇનિંગમાં માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. જેમાં તેના નામે એક ચોક્કો હતો. ઓપનર કમનસીબે રનઆઉટ થયો હતો. જોકે તેણે પ્રથમ ઇનિંગમાં 95 રન બનાવ્યા હતા. આ પહેલા પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તેણે શાનદાર 94 રન બનાવ્યા હતા.
