દેશમાં લોકડાઉન હળવા કરવામાં આવ્યું છે, તેનો અર્થ એ નથી કે કોરોના મહામારીને આપણે હરાવી દીધી છે. જ્યાં એક તરફ કોરોનાની બીજી લહેરે થોડા સમય માટે વિરામ લીધો છે. અને હવે ત્રીજી લહેર પ્રવેશ કરી રહી છે. કોરોનાની ત્રીજા લહેરથી જે થોડા પરિચિત લોકો છે તેઓ ચિંતિત છે કારણ કે કોરોનાનો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પહેલા કરતા વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને તે નિષ્ણાંતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ફરિયાદ / સમગ્ર વિશ્વમાં ટ્વિટર થયુ ડાઉન, એેક્સેસ કરવામાં લોકોને પડી રહી છે તકલીફ
કેરળમાં બુધવારે કોવિડ-19 નાં નવા 13,658 કેસ નોંધાયા છે, જેમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 29,24,165 થઈ છે. વળી, સંક્રમણનાં કારણે 142 લોકોનાં મોત થવાનાં કારણે, મૃત્યુની સંખ્યા વધીને 13,235 પર પહોંચી ગઈ છે. નવા ચેપગ્રસ્તોમાં 67 આરોગ્ય કર્મચારીઓ છે. રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. એક તરફ રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ લોકડાઉનમાં ધીરે ધીરે રાહત આપવામાં આવી રહી છે. આરોગ્ય બુલેટિન મુજબ, ઓછામાં ઓછા 11,808 લોકો સ્વસ્થ થયા છે, અહી ઠીક થયેલા લોકોની સંખ્યા 28,09,587 પર પહોંચી ગઇ છે, જ્યારે સારવાર હેઠળનાં દર્દીઓની સંખ્યા 1,00,881 છે. છેલ્લા 24 કલાક દરમ્યાન, 1,40,727 સેમ્પલોની તપાસ કરવામાં આવેલી છે અને સંક્રમણનો દર 9.71 ટકા છે. અત્યાર સુધીમાં 2,30,73,669 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મોંઘવારીનો માર / અમુલ બાદ બરોડા ડેરીએ પણ દૂધનાં ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો થયો વધારો
હવે દેશમાં કોરોના વાયરસનાં નવા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 45,951 નવા ચેપગ્રસ્ત લોકોની પુષ્ટિ થઈ છે અને 817 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનએ કહ્યું કે, “જો કે દૈનિક સંક્રમણ ઓછા થયા છે, પરંતુ ભારતમાં કોવિડ-19 ની બીજી લહેર હજી શાંત થઇ નથી.” જો આપણે છેલ્લા 24 કલાકમાં દેશનાં કોરોના અપડેટ પર નજર કરીએ તો, કેરળમાં 13,550 નવા સંક્રમણનાં કેસ નોંધાયા છે. આ પછી મહારાષ્ટ્રમાં 8,085, તમિળનાડુમાં 4,512, આંધ્ર પ્રદેશમાં 3,520, કર્ણાટકમાં 3,222, દિલ્હીમાં 101 અને પશ્ચિમ બંગાળમાં 1,836 નવા કેસ નોંધાયા છે. હાલમાં દેશનાં રેડ ઝોનમાં ફક્ત કેરળ રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં કોરોનાનાં કેસ હજુ અટક્યા નથી. ભલે દેશનાં અન્ય રાજ્યોમાં કોરોના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ હજી પણ એવા 5 રાજ્યો છે જ્યાં મહત્તમ સંખ્યામાં નવા કોરોના સંક્રમણનાં કે સામે આવી રહ્યા છે. પાંચ કેસોમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્ર 60,44,906 કેરળ 29,24,165 ,કર્ણાટક 28,37,852, તામિલનાડુ 24,70,386 અને આંધ્રપ્રદેશ 18,83,392 છે.

