રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force) નાં એક કોન્સ્ટેબલે ચાલતી ટ્રેનથી નીચે ઉતરવાના પ્રયત્નમાં નીચે પડી ગયેલા મુસાફરનો જીવ બચાવ્યો છે. સેન્ટ્રલ રેલ્વેનાં સુત્રોએ જણાવ્યું કે, આ ઘટના 29 જૂને મુંબઈનાં બોરીવલી રેલ્વે સ્ટેશન પર વેસ્ટર્ન લાઇન પર બની હતી.
આ પણ વાંચો – મહામારીનો માર / દેશ અને દુનિયામાં કોરોનાનાં વધતા કેસ ચિંતાનો વિષય, કુલ મોતની સંખ્યામાં અમેેરિકા ટોપ પર
સેન્ટ્રલ રેલ્વેનાં સુત્રોએ જણાવ્યું હતું કે, મુસાફર ઝડપથી ચાલી રહેલી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે જે જગ્યા હોય છે ત્યા પડી જ જવાનો હતો, પરંતુ આ મોટી ઘટનાને ટાળીને કોન્સ્ટેબલે તેને ખેંચી લીધો હતો. આરપીએફ આવી જ ઘટનાઓથી બચાવવા માટે જાણીતા છે. ઘણા દાખલા છે જ્યારે એલર્ટ આરપીએફનાં કોન્સ્ટેબલોએ લોકોને આવા અકસ્માતોથી બચાવી લીધા હોય. વીડિયોમાં જોઇ શકાય છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે છે અને આ સાથે જ વ્યક્તિ ઝડપથી ચાલતી ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર પડી જાય છે અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેની જગ્યામાં આવતા બચી જાય છે. વીડિયો બહાર આવ્યા બાદ આરપીએફ સૈનિકની ખૂબ પ્રશંસા થઈ રહી છે. વીડિયોમાં, આરપીએફ જવાન સાથે અન્ય એક વ્યક્તિ મદદ માટે આવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને મદદ કરતા જોઇ શકાય છે.
#WATCH | An RPF constable saved life of a passenger who fell while trying to get down from a running at Mumbai's Borivali Railway Station on June 29. The passenger was dangerously close to the gap between the train & platform when the constable pulled him away: Central Railway pic.twitter.com/AVnYIwNQ7y
— ANI (@ANI) July 1, 2021
આ પણ વાંચો – ફરિયાદ / સમગ્ર વિશ્વમાં ટ્વિટર થયુ ડાઉન, એેક્સેસ કરવામાં લોકોને પડી રહી છે તકલીફ
ઉલ્લેખનીય છે કે, દરવાજા પર ઉભા રહેવું અથવા ચાલતી ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણીવાર લોકો ઉતાવળમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરી જાય છે અને અકસ્માતોનો ભોગ બને છે. આ વીડિયો ચાલતી ટ્રેનથી કૂદવાનું કેટલું જોખમી હોઈ શકે છે તેનો જીવંત પુરાવો છે. મોટાભાગે આપણે આવા ઘણા વીડિયો જોઇએ છીએ જેમાં લોકો આવા અકસ્માતોથી સાવચેતીથી બચી જાય છે. આવી ઘટનાઓમાંથી શીખવું જોઈએ અને ચાલતી ટ્રેનમાં ન ઉતરવાનો અથવા ન ચઢવાનો પ્રયાસ કરવો જોઈએ.

