કાર્યવાહી/ સુરેન્દ્રનગર જિલ્લાના 5 રીઢા શખ્સોની પાસા હેઠળ કરાઈ ધરપકડ

  @સચિન પીઠવા, સુરેન્દ્રનગર  સુરેન્દ્રનગર જિલ્લાના 5 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરાઈ અમદાવાદ, વડોદરા, ભુજની જેલ હવાલે કરાયાં સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના ચોટીલા, લીંબડી, થાનગઢ તાલુકામાં ખુન, ખુનની કોશિષ, મારામારી, દારૂની હેરાફેરી, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ કરી જાહેર વ્યવસ્થાને બાધક બનનારા 5 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી કડક પગલા ભરવામાં આવ્યા છે. પાણશીણા પોલીસ મથકે […]

Gujarat

 

@સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાના 5 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરાઈ

અમદાવાદ, વડોદરા, ભુજની જેલ હવાલે કરાયાં

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના ચોટીલા, લીંબડી, થાનગઢ તાલુકામાં ખુન, ખુનની કોશિષ, મારામારી, દારૂની હેરાફેરી, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ કરી જાહેર વ્યવસ્થાને બાધક બનનારા 5 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી કડક પગલા ભરવામાં આવ્યા છે.

પાણશીણા પોલીસ મથકે જુગારધારાની અસામાજિક પ્રવૃત્તિઓના ગુનામાં સંડોવાયેલો લીંબડી તાલુકાના રળોલના અહેમદ દાઉદ ટીંબલયા અને સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે જુગાર ધારામાં સંડોવાયેલા દાળમીલ રોડ સોમનાથ પાર્કમાં રહેતો રણજીત માવસિંહ ઝાલાને પાસા હેઠળ પાલારા-ભુજ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. થાનગઢ પોલીસ મથકે ખુન, ખુનની કોશિષ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા મફતીયાપરામાં રહેતો દેવેન્દ્ર ઉર્ફે ઝાંબાઝ દિલુભાઈ કાઠીને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.

ચોટીલા પોલીસ સ્ટેશનમાં દારૂના વેચાણ અંગેની અસામાજિક પ્રવૃત્તિઓ ગુનામાં સંડોવાયેલા આણંદપુર રોડ, શાસ્ત્રીનગરમાં રહેતો આકાશ ઉર્ફે જગો વિનોદભાઈ વાઘેલા ચોટીલા તાલુકાના જાનીવડલાનો રહે. ભાભલુ સુરીંગભાઈ ધાધલને પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પાંચેય ઈસમોને પાસા હેઠળ અમદાવાદ, ભુજ, વડોદરાની જેલ હવાલે કરી દેવામાં આવતાં જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.