ભારત બાયોટેક/ કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલનું પરિણામ, જાણો ડેલ્ટા વેરિએન્ટ પર કટલા ટકા અસરકાર

ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમિયાન કુલ 99 વોલેન્ટિયર્સમાં ગંભીર સાઇડ ઇફેકટસ પણ જોવા મળી હતી. તેમાંથી 39 વોલેન્ટિયર્સ અસલી રસી વાળા અને 60 પ્લેસિબોવાળા હતા.

Top Stories India

ભારત બાયોટેકે કોવેક્સિનની અસરકારકતા સંબંધિત ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી છે. આ ટ્રાયલ કોરોનાના 130 દર્દીઓ પર કરવામાં આવી હતી, ત્યારબાદ તે કોરોના દર્દીઓ પર 77.8 ટકા અસરકારક હોવાનું કહેવાય છે. આ રસી કોરોનાના ગંભીર દર્દીઓ પર 93.4 ટકા અસરકારક હોવાનું જણાયું છે.

ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે આ રસી કોરોના રોગના દર્દીઓ પર 77.8 ટકા અસરકારક છે, જ્યારે આ રોગસૂચક એટલે કે severe symptomatic દર્દીઓ પર 93.4 ટકા અસરકારક હોવાનું જણાયું છે. આ ઉપરાંત, કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે આ રસી 65.2 ટકા અસરકારક હોવાનું જણાયું છે.

કોરોના વાયરસના ગંભીર સંક્રમણનો ભોગ બનેલા લોકોની વાત કરીએ તો કોવેક્સીન તેના વિરુદ્ધ  93.4% પ્રભાવી જણાઈ છે. કંપનીએ અધિકૃત રીતે પરિણામો બહાર પાડતા જણાવ્યું કે ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા 16,973 લોકોને બંને ડોઝ (અસલ વેક્સીન કે પ્લેસિબો) આપ્યાના ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી. તેના ફોલોઅપમાં જાણવા મળ્યું કે 130 વોલેન્ટિયર્સને કોરોના સંક્રમણ થયું, તેમાંથી 24 લોકો એવા હતા જેમને અસલ રસીના બંને ડોઝ અપાયા બાદ કોવિડ થયો જ્યારે 124 વોલેન્ટિયર્સ એવા હતા જેમને પ્લેસિબો આપ્યા બાદ કોવિડ થયો હતો.

આ પણ વાંચો :રાહુલ જી ઈચ્છે તો હરિયાણામાં આવીને રસી લગાવી શકે છે : CM ખટ્ટર

એ જ રીતે કોવિડનું ગંભીર સંક્રણ જે 16 વોલેન્ટિયર્સમાં જોવા મળ્યું તેમાંથી ફક્ત એકને જ અસલી રસી આપવામાં આવી હતી જ્યારે બાકીના 15ને પ્લેસિબો આપવામાં આવી હતી. આ ટ્રાયલમાં જાણવા મળ્યું કે 60 વર્ષથી ઉપરના લોકોમાં કોવેક્સીન  67.8% પ્રભાવી છે. અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર 79.4% પ્રભાવી છે.

કોવેક્સિન 60 વર્ષ કરતા વધારે ઉંમરના લોકો પર 67.8 ટકા અને 60 વર્ષ કરતા ઓછી ઉંમરના લોકો પર 79.4 ટકા પ્રભાવશાળી છે. જોકે ત્રીજા તબક્કાની ટ્રાયલ દરમિયાન આશરે 99 વોલેન્ટિયર્સમાં ગંભીર સાઈડ ઈફેક્ટ્સ પણ નોંધાઈ હતી.

આ પણ વાંચો :આજના પેટ્રોલ – ડીઝલનાં રેટ આવ્યા સામે, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

ત્રીજા ફેઝની ટ્રાયલ દરમિયાન કુલ 99 વોલેન્ટિયર્સમાં ગંભીર સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળી.  જેમાંથી 39 વોલેન્ટિયર્સ અસલ રસીવાળા અને 60 પ્લેસિબોવાળા હતા. ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા 15 વોલેન્ટિયર્સના મોત પણ થયા છે. જેને લઈને કંપનીએ ભાર દઈને કહ્યું છે કે તેમાંથી કોઈ પણ વોલેન્ટિયરના મોતનું કારણ રસી કે પ્લેસિબોની આડઅસર નહતી. તેમાંથી 5 વોલેન્ટિયર્સને અસલ રસી અને 10 ને પ્લેસિબો અપાઈ હતી. આ સાથે જ મૃત્યુ પામનારામાંથી 15 વોલેન્ટિયર્સમાંથી 6ના મોત જ કોરોના સંક્રમણના કારણે થયા હતા. જેમાંથી એકને અસલ રસી અને 5ને પ્લેસિબો અપાઈ હતી.

આ પણ વાંચો :હવે સગર્ભા સ્ત્રીઓ પણ લગાવી શકશે કોરોના રસી