રસીકરણ/ રાજ્યમાં હજુ બે દિવસ વેક્સિન સેન્ટરો ઉપર રસીકરણ બંધ રહેશે

ક્સીનનો ગુજરાતમાં સ્ટોક પુરતો ન હોવાના કારણે પણ  વેંકસિનેશન પ્રોગ્રામ બંધ  રહેશે તેવું જાણવા મળી રહ્યું છે .

Gujarat Others

     સમગ્ર રાજય માં  આ વખતે કોરોનાની બીજી લહેર ભયંકર જોવા મળી હતી . જેમને કાબુ માં લેવા સરકાર અથાગ પ્રયત્નો કરી જોવા મળી છે . જેમના પગલે સમગ્ર દેશ માં રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે . જેમને મહાઅભિયાન તરીકે અત્યારે વિકસાવવામાં આવ્યું છે.  ત્યારે  આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું  કે રાજ્યમાં ચાલી રહેલા કોવિડ-19 મહામારી સામેના રસીકરણ અભિયાનને આગામી બે દિવસ એટલે કે , ગુરૂવાર અને શુક્રવાર તારીખ 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે.

 બુધવારનાં  રોજ  મમતા દિવસ હોવાથી   કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ  બંધ  રહ્યો હતો . મમતા દિવસમાં બાળકો અને માતાઓનું રસીકરણ કરવામાં આવે છે. જેમાં 0 થી 2 વર્ષ ના બાળકોનું રસીકરણ, સ્થળ પર જઈ પોષણ આપવું, સગર્ભા માતા, ધાત્રી માતાનું રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવે છે. વેક્સીનનો ગુજરાતમાં સ્ટોક પુરતો ન હોવાના કારણે પણ  વેંકસિનેશન પ્રોગ્રામ બંધ  રહેશે તેવું જાણવા મળી રહ્યું છે .