Not Set/ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ, દમદાર છે અજય દેવગનના ડાયલોગ

ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ ના ટ્રેલરમાં બધા સ્ટાર્સનો જોરદાર અભિનય જોવા મળી રહ્યો

Trending Entertainment

જે ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે, આખરે એનું ટ્રેલર આવી જ ગયું. જી હા અજય દેવગન અને નોરા ફતેહીએ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ ના ટ્રેલરમાં બધા સ્ટાર્સનો જોરદાર અભિનય જોવા મળી રહ્યો છે.

ફિલ્મના ટ્રેલરમાં અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા તેમની ભૂમિકાઓથી ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ જોવા મળે છે. ફિલ્મના 3 મિનિટના ટ્રેલરમાં અજય દેવગનની જબરદસ્ત અભિનય નજરે પડે છે. નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હા પણ ફિલ્મના ટ્રેલરમાં વાહવાઈ મેળવામાં સફળ રહી છે. ટ્રેલર જોઇને ધારી શકાય છે કે અજય દેવગનની આ ફિલ્મ સુપરહિટ સાબિત થવા જઈ રહી છે. આજના ટ્રેલર પહેલા 11 જુલાઈના રોજ તેનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં ડાયલોગ અજય દેવગનના શક્તિશાળી અવાજમાં સંભળાય હતા.

https://www.instagram.com/tv/CRNrsjpDNsW/?utm_source=ig_web_copy_link

ફિલ્મના ટીઝરમાં ફિલ્મની નાની ઝલક બતાવવામાં આવી છે. ટીઝર થોડા સમય પહેલા જ આવ્યું છે. એવામાં ખુબ ધમાલ મચાવી રહ્યું છે. લોકો પણ તેને શેર કરી રહ્યા છે. ટીઝરમાં ભયંકર યુદ્ધના થોડા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ કેવી હશે. ટીઝરમાં નોરા ફતેહી, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અને અજય દેવગનના થોડો લૂક બતાવવામાં આવ્યા છે.

https://twitter.com/ajaydevgn/status/1414100240156676098?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1414100240156676098%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Fentertainment%2Fbollywood%2Fthe-teaser-of-ajay-devgans-film-bhuj-the-pride-of-india-is-out-watch-it-now-288851.html

ફિલ્મની વાત કરીએ તો, તેની વાર્તા એ બહાદુર એરફોર્સ અધિકારીની છે, જેમણે પાકિસ્તાનના હુમલાથી માત્ર તેના એરબેઝને સુરક્ષિત રાખ્યો જ નહીં, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તેણે આસપાસના ગામોની સેંકડો મહિલાઓની એક ટીમ બનાવી અને રાતોરાત આખો એરબેઝ નકશો બનાવ્યો હતો. બદલાઈ ગયું. ફિલ્મમાં અજય દેવગણ એરફોર્સના અધિકારી વિજય કર્ણિકની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક દુધૈયાએ કર્યું છે. ફિલ્મમાં અજય દેવગન અને સંજય દત્ત ઉપરાંત નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ નિમિત્તે 13 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

આ ફિલ્મ અભિષેક દુધૈયા દ્વારા દિગ્દર્શિત છે. ફિલ્મ એક સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મમાં 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વાત બતાવવામાં આવી છે. અજય દેવગન સ્કોડ્રન લીડર વિજય કાર્નિકની ભૂમિકામાં જોવા મળશે. તેઓ 1971 માં ભારત-પાકના યુધ્ધ દરમ્યાન ભુજ હવાઈ મથકના ઇન ચાર્જ હતા.

વિજય કાર્નિક અને તેમની ટીમે 300 સ્થાનિક મહિલાઓની મદદથી ગુજરાતનાં ભુજમાં નષ્ટ થયેલી ભારતીય વાયુ સેનાની હવાઈ પટ્ટીનું પુનઃ નિર્માણ કર્યું હતું. જે ઘટનાને ‘પર્લ હાર્બર’  તરીકે ઓળખવામાં આવે છે.