અભિનેત્રી પરિણીતી ચોપડાએ બુધવારે જણાવ્યું હતું કે તેને લંડનમાં ફાઇઝર રસીનો પ્રથમ ડોઝ લગાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઘણા ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે.
પરિણીતી રસીકરણ દરમિયાન ખુબ ખુશ દેખાઈ રહી હતી. જો કે, બાદમાં તેણે બીજી એક તસવીર પોસ્ટ કરી જેમાં તે પલંગ પર પડેલી જોઇ શકાય છે, કારણ કે રસીકરણ પછી તેના ડાબા હાથમાં દુખાવો થઈ રહ્યો છે. જોકે, તેણે મસ્તીમાં આ ફોટો મુક્યો છે અને લખ્યું છે કે, રસી ડાબા હાથે નથી મુકાવી.
આ પણ વાંચો :રાહુલ વૈદ્યના નામની મહેંદી લગાવી દિશા પરમારે, જુઓ વિડીયો અને ફોટો
પરિણીતીની પોસ્ટ પર ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે અને તેને પોતાનું ધ્યાન રાખવા કહે છે. આ સાથે લોકો તેને કહી રહ્યાં છે કે, ભારતની રસી પર વિશ્વાસ નથી તો લંડનમાં રસી મુકાવી. આ વર્ષે અભિનેત્રીની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે. આમાં ‘સંદીપ ઔર પિંકી ફારાર’, ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ અને ‘સાઇના’ શામેલ છે. હાલમાં જ પરિણીતી ચોપડા તુર્કીથી રજા માણીને પરત આવી છે. તે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર તુર્કીથી સતત તેની તસવીરો શેર કરતી હતી.
View this post on Instagram
વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, પરિણીતી ટૂંક સમયમાં રણબીર કપૂર અને અનિલ કપૂરની અપોજિટ એનિમલમાં જોવા મળશે. આ પહેલા તાજેતરમાં જ તેની ‘સંદીપ ઓર પિંકી ફારાર’, ‘ધ ગર્લ ઓન ટ્રેન’ અને ‘સાઇના’ રિલીઝ થઇ હતી.
આ પણ વાંચો :છૂટાછેડા બાદ આમિર ખાને પત્ની કિરણ સાથે કર્યો ડાન્સ, જુઓ આ વીડિયો
વળી.પ્રિયંકા ચોપરા વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે ઓટીટી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં સ્ક્રીન પર જોવા મળી હતી. રામિન બહારાની દિગ્દર્શિત આ ફિલ્મમાં આદર્શ ગૌરવ અને રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં હતા.
View this post on Instagram
આજકાલ પ્રિયંકા ‘સિટાડેલ’ સાથે વ્યસ્ત છે. “એવેન્જર્સ” નિર્માતાઓ જો અને એન્થની રુસો દ્વારા અભિનિત, “સિટાડેલ” એ જાસૂસ થ્રિલર સિરીઝ છે જે રિચાર્ડ મેડન અભિનિત છે. આ શ્સિરીઝ ઓટીટી પર રિલીઝ થશે.
આ પણ વાંચો :ગાલિબ અને ઈકબાલના નામ પર બિગ બી એ શેર કરી નકલી શાયરી, ભારે પ્રમાણમાં થયા ટ્રોલ…
