ચુકાદો/ ડીસા કોર્ટે નિવૃત્ત અધિકારીને ૬૫ લાખનો દંડ અને ચાર વર્ષની સજા ફટકારી

ડીસા કોર્ટે નિવૃત્ત અધિકારીને ૬૫ લાખનો દંડ અને ચાર વર્ષની સજા ફટકારતા સનસનાટ…     પોતાના અંગત સ્વાર્થ ખાતર નહેરોમાં ગેરનીતિ કરતા એસીબીમાં ફરિયાદ થઈ હતી..     ડીસા સિંચાઈ વિભાગમાં વર્ગ 2ના અધિકારી એ નહેરના કામમાં ગેરરીતિ કરી સરકારને લાખો રૂપિયાનું નુકસાન કરાવતા એસીબીની ફરિયાદમાં તપાસ દરમિયાન તત્કાલીન અધિકારી સામે ફરિયાદ નોંધાઈ હતી અને […]

Gujarat

ડીસા કોર્ટે નિવૃત્ત અધિકારીને ૬૫ લાખનો દંડ અને ચાર વર્ષની સજા ફટકારતા સનસનાટ…

 

 

પોતાના અંગત સ્વાર્થ ખાતર નહેરોમાં ગેરનીતિ કરતા એસીબીમાં ફરિયાદ થઈ હતી..

 

 

ડીસા સિંચાઈ વિભાગમાં વર્ગ 2ના અધિકારી એ નહેરના કામમાં ગેરરીતિ કરી સરકારને લાખો રૂપિયાનું નુકસાન કરાવતા એસીબીની ફરિયાદમાં તપાસ દરમિયાન તત્કાલીન અધિકારી સામે ફરિયાદ નોંધાઈ હતી અને જેનો ચુકાદો ગતરોજ ડીસા કોર્ટે આપેલ જેમાં આરોપીને ચાર વર્ષની સજા અને રૂપિયા પાંસઠ લાખનો દંડ ફટકારતા સનસનાટી મચી જવા પામી હતી.

બનાસકાંઠા ના ડીસા સિંચાઈ વિભાગ માં મદદનીશ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા રામજીભાઈ હરિભાઈ પટેલ એ પોતાની ફરજ દરમ્યાન નહેરો ખેડૂતોના ખેતરો સુધી બનાવવા,સફાઈ કરાવવા અને સમારકામ કરાવવાનું કામ તેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું હતું જે નહેરો નું કામ ગુણવત્તા વગરનું અને ખેડૂતો ના ખેતર સુધી પાણી ન પહોચે તે રીતે બનાવી દેશના અથતંત્ર ને નુકસાન થાય તે રીતે કામ કરેલ હોઈ અને પોતાના અંગત સ્વાર્થ ખાતર નાણાં નો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ એ સી બી માં ફરિયાદ થતા એ સી બી એ તપાસ દરમ્યાન ગુન્હો દાખલ કરેલ અને જે બાબતનો કેસ ડીસા ની કોર્ટ માં ચાલી જતા કોર્ટ એ આરોપી રામજી પટેલ ને ચાર વર્ષ ની સાદી કેદ ની સજા અને રૂ 65 લાખ નો દંડ ફટકારેલ.અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા ફટકારતા કોર્ટ માં સન્નાટો વ્યાપી ગયો હતો.

જોકે ડીસા કોર્ટ એ સિંચાઈ વિભાગ ના મદદનીશ કાર્યપાલક ઇજનેર રામજી પટેલ ને સજા ફટકારેલ જે હાલ નિવૃત છે અને નિવૃત્તિ બાદ પણ કોર્ટ એ કડક સજા ફટકારતા ગેરનીતિ આચરતા અધિકારીઓ માં ફફડાટ ફેલાયો હતો તો સમગ્ર જિલ્લામાં આ સજાની જાણ વાયવેગે પ્રસરતા ખેડૂતોએ આ સજાને આવકારી કોર્ટના ચુકાદા ને વધાવી લીધો હતો..