Not Set/ કરોડો રૂપિયાના કરચોરી મામલે આરોપીના આગોતરા જામીન મંજૂર

ડી.જી.જી.આઈ રાજકોટ યુનિટ દ્વારા મોરબી અને વાંકાનેર પંથકમાં માલની હેરફેર વગર ફક્ત બિલોની આપલે કરીને ખોટી વેરાશાખ મેળવી, કરચોરી કરાતી હોય જે બાતમીને પગલે જાન્યુઆરી-ફેબુઆરી માસમાં અનેક સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તપાસના અંતે થોકબંધ સાહિત્ય અને મોબાઈલ, લેપટોપ, હાર્ડડિસ્ક જપ્ત કરવામાં આવેલ જેના આધારે રૂ ૧૦૧.૧૨ કરોડનું બોગસ બિલીંગ અને ૧૮.૦૪ […]

Gujarat

ડી.જી.જી.આઈ રાજકોટ યુનિટ દ્વારા મોરબી અને વાંકાનેર પંથકમાં માલની હેરફેર વગર ફક્ત બિલોની આપલે કરીને ખોટી વેરાશાખ મેળવી, કરચોરી કરાતી હોય જે બાતમીને પગલે જાન્યુઆરી-ફેબુઆરી માસમાં અનેક સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તપાસના અંતે થોકબંધ સાહિત્ય અને મોબાઈલ, લેપટોપ, હાર્ડડિસ્ક જપ્ત કરવામાં આવેલ જેના આધારે રૂ ૧૦૧.૧૨ કરોડનું બોગસ બિલીંગ અને ૧૮.૦૪ કરોડની કરચોરી ધ્યાને આવી હતી

જેના પગલે આવબીલો આપનાર મુખ્ય સુત્રધાર વિરાટ ભાટિયા તેમજ બીલો લેનાર હિમત પટેલ, યોગેશ કાસુન્દ્રા, તથા તુષાર પનારાની જીએસટી કાયદાની કલમ ૧૩૨ (૧) (બી) અને ૧૩૨ (૧) (સી) હેઠળના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ ધરપકડ દરમિયાન DGGI દ્વારા રૂ ૧ કરોડ જેવી માતબર રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવેલ

ત્યારબાદ મોરબીના અન્ય વેપારી રાજન પટેલને કોભાંડની તપાસ અર્થે જીએસટી કાયદાની કલમ ૭૦ હેઠળ વારંવાર સમન્સ આપવામાં આવેલ જેથી વેપારીને પણ ધરપકડની દહેશત હોવાથી વકીલ અપૂર્વ મહેતા મારફત સીઆરપીસી કલમ ૪૩૮ હેઠળ આગોતરા જામીન મેળવવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરેલ જે અરજીનો ડીજીજીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવેલ પરંતુ વેપારીના વકીલ મહેતાની તર્ક સંગત દલીલો તેમજ અલગ અલગ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈને સેસન્સ જજ પ્રશાંત જૈન દ્વારા આગોતરા જામીન મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો છે

જે કેસમાં મોરબીના વેપારી તરફે ગુજરાત હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ મહેતા અને રાજકોટના યુવા એડવોકેટ જયદીપ કૂકડીયા અને દર્શીલ માઝની રોકાયેલા હતા