ભારતીય ટીમના ઓલરાઉન્ડર શિવમ દુબે હાલમાં ભારતીય ટીમ સાથે પ્રવાસે નથી. પરંતુ તેણે પોતાના જીવનની ઇનીંગ શરુ કરી દીધી છે. મુંબઇનો આ ઓલરાઉન્ડર લગ્નના બંધને બંધાઇ ચુક્યો છે. શિમવે શુક્રવારે 16 જૂલાઇએ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા છે.
શિવમ દુબેએ ટ્વિટર પર પોતાના લગ્નના ફોટોઝ શેર કર્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘અમે પ્રેમથી પ્રેમ કર્યો જે મહોબ્બતથી વધુ હતું. અને હવે અમારી હંમેશાની જીંદગી શરૂ થાય છે, જસ્ટ મેરિડ 16-07-2021’
ફોટામાં ભારતીય ક્રિકેટર શિવમ દુબે તેની પત્ની અંજુમ ખાનને રિંગ પહેરાવી રહ્યો છે. લગ્નની વિધિ પૂરી થયા પછી વરરાજા દુઆ માંગતો જોવા મળી રહ્યો છે.
We loved with a love which was more than love …
And now this is where our forever starts ❤️Just Married …
16-07-2021 #togetherforever pic.twitter.com/2SlVDNeO2h— Shivam Dube (@IamShivamDube) July 16, 2021
આ પણ વાંચો :સાનિયા મિર્ઝા અને શોએબ મલિકને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝા અપાયા
શિવમ દુબેની દુવા માગવાવાળી તસવીરો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઇ છે. કેટલાક લોકોને આ તસવીરો નથી ગમી. લોકોને એ વાતનો પણ ગુસ્સો છે કે અંજુમ ખાને માગમાં સિંદૂર કેમ નથી લગાવ્યું. એક ફેને તો આ કપલને નુસરત જહાં અને નિખિલ જૈન સાથે સરખાવી દીધું, જેઓ હાલમાં જ જુદાં થયાં છે.
મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમતા શિવમ દુબે IPLમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ RCB તરફથી પણ રમેલો છે અને હવે 2021માં તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. હવે તે UAIમાં રમાનારી IPLના બીજા ભાગમાં જોવા મળશે.
આ પણ વાંચો :ટોક્યો ઓલમ્પિકને પણ કોરોનાનું ગ્રહણ, પ્રથમ કેસ નોંધાતા મચ્યો હડકંપ
IPL માં શિવમ દુબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફ થી રમી ચુક્યો છે. હાલમાં દુબે રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો છે. IPL માં તે 21 મેચ રમી ચુક્યો છે. જે દરમ્યાન તેણે 314 રન કર્યા છે.
આ પણ વાંચો :આઈસીસી ટી-20 વિશ્વકપ : ગ્રૂપ-બીમાં ભારત અને પાકિસ્તાન તથા ન્યુઝીલેન્ડ,અફઘાનિસ્તાન સામેલ
