ટીમ ઈન્ડિયાએ મંગળવારે શ્રીલંકા વિરુદ્ધ સીરીઝની બીજી મેચમાં જીત મેળવી લીધી છે. આ રસાકસીથી ભરેલી મેચમાંં ટીમ ઈન્ડિયાની જીતથી શ્રીલંકાનાં કોચ મિકી આર્થર ઘણા ગુસ્સે દેખાયા હતા.

IND vs SL / આજની મેચ જો Team India જીતે છે, તો નામે કરશે આ મોટો રકોર્ડ
બીજી વન-ડેમાં ભારત સામેની પરાજયથી શ્રીલંકાનાં કોચ મિકી આર્થર ઘણા નારાજ દેખાયા હતા. આર્થર વિશ્વાસ કરી શક્યા નહીં કે અંતે તેમની ટીમ ભારતથી કેવી રીતે હારી ગઇ. એક સમયે ભારતીય ટીમ મેચમાંથી સંપૂર્ણરીતે બહાર થઈ ગઈ હતી અને એવું લાગી રહ્યું હતું કે બીજી વનડે જીત્યા બાદ શ્રીલંકા સીરીઝમાં વાપસી કરશે. પરંતુ દિપક ચહર અને ભુવનેશ્વર કુમારે શાનદાર ઇનિંગ્સ રમીને ભારતને વિજય અપાવ્યો. આ જ કારણ હતું કે શ્રીલંકાનાં કોચ તેમના ખેલાડીઓથી નારાજ દેખાયા હતા. આપને જણાવી દઈએ કે, મેચની અંતિમ ક્ષણે આર્થર પેવેલિયનમાં બેઠા હતા અને તેમના ખેલાડીઓનું નબળું પ્રદર્શન જોઇને ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. આટલું જ નહીં જ્યારે મેચ પૂર્ણ થઈ ત્યારે કોચ આર્થર મેદાન પર આવ્યા હતા અને શ્રીલંકાનાં કેપ્ટન દાસુન શનાકા સાથે પણ દલીલ કરતા જોવા મળ્યા હતા. મિકી આર્થર અને દાસુન શનાકા વચ્ચેની ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/cric12222/status/1417562676998205440?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417562676998205440%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fcricket%2Fwatch-sri-lanka-coach-mickey-arthur-captain-dasun-shanaka-caught-in-heated-argument-after-losing-to-india-in-2nd-odi-hindi-2491507
IND vs SL / ડેબ્યૂ મેચમાં ઇશાન કિશને તોફાની અંદાજમાં ફટકાર્યા 59 રન
આ વીડિયો જોયા બાદ ફેન્સ ખૂબ ઉગ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. શ્રીલંકા વિરુદ્ધની બીજી વનડે મેચમાં દીપકે તેની વનડે કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી હતી અને તે 69 રન બનાવીને અણનમ રહ્યો હતો. ચહર સાથે ભુવીએ 8 મી વિકેટ માટે અણનમ 84 રનની ભાગીદારી કરી ભારતને વિજય અપાવ્યો હતો. ચહર સિવાય સૂર્યકુમાર યાદવે બીજી વનડેમાં પણ અડધી સદી ફટકારી હતી. દીપકને શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ અપાયો હતો.

ટોક્યો ઓલિમ્પિક્સ / ઓલમ્પિકમાં ભારતનું સંપૂર્ણ શેડ્યુલ અને સમયપત્રક
આ પહેલા શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 276 નો સ્કોર બનાવ્યો હતો અને ભારતીય ટીમને પ્રારંભિક આંચકો પણ આપ્યો હતો, પરંતુ અંતિમ ક્ષણે શ્રીલંકાનાં બોલરોનું ખરાબ પ્રદર્શન શ્રીલંકાની હારનું મુખ્ય કારણ બની ગયું હતું. ભારતની ટીમ હવે સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવવામાં સફળ રહ્યા છે. સીરીઝની અંતિમ મેચ હવે 23 જુલાઇએ રમાશે. વનડે સીરીઝ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 3 મેચની ટી-20 સીરીઝ પણ રમશે.
