IND vs SL / આજની મેચ જો Team India જીતે છે, તો નામે કરશે આ મોટો રકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બીજી વનડે મેચ આજે એટલે કે મંગળવારે (20 જુલાઈ) કોલંબોનાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમશે.

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બીજી વનડે મેચ આજે એટલે કે મંગળવારે (20 જુલાઈ) કોલંબોનાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમશે. શિખર ધવનનાં નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને આ મેચ જીતવાની અને સીરીઝ જીતવાની સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક મળશે.

ડેબ્યૂ મેચ / ઇશાન કિશનને મળી જન્મ દિવસની ભેટ, આ દિવસે ડેબ્યૂ કરનાર બીજો ખેલાડી બન્યો

આપને જણાવી દઇએ કે, આજે શ્રીલંકનાં કોલંબોમાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં મેચ રમાશે. જણાવી દઇએ કે, જો ભારતીય ટીમ આ મેચ જીતવામાં સફળ રહે છે, તો તે વનડે ઇતિહાસમાં કોઈ ટીમ સામે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ બનાવશે. ભારતે શ્રીલંકા સામે 160 વનડે મેચ રમી છે, જેમાં તેણે 92 મેચોમાં જીત મેેળવી છે. જો શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બીજી વન-ડે મેચમાં જીત મેળવે છે તો આ શ્રીલંકાની વિરુદ્ધ ભારતની 93 મી જીત થઇ જશે. આ મામલામાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને પરાજિત કરશે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીમાં 138 વનડે મેચ રમી છે, જેમાં તેણે 92 મેચોમાં વિજય મેળવ્યો છે. વળી, શ્રીલંકા સામે રમવામાં આવેલી 155 વનડે મેચમાં પાકિસ્તાને 92 માં જીત મેળવી છે.

લક્ષ્યાંક / શ્રીલંકાએ ભારતને જીતવા માટે 263 રનનો લક્ષ્યાંક આપ્યો

ચહલ માટે પણ આ મેચ મહત્વની

ભારત-શ્રીલંકાની સીરીઝની પ્રથમ મેચમાં યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. હવે તેણે 55 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 94 વિકેટ ઝડપી છે. તેને આ મેચમાં 100 વિકેટ પૂર્ણ કરવાની તક મળશે. જો તે આ મેચમાં છ વિકેટ લેવામાંં સફળ રહે છે તો તે મોહમ્મદ શમીની સાથે ભારત તરફથી ઝડપથી 100 વન ડે વિકેટ લેનાર બોલર બનશે.

કુલદીપ યાદવ યુવરાજ અને બુમરાહની કરી શકે છે બરોબરી

આ ડાબા હાથનાં બોલરે પ્રથમ વનડેમાં અસરકારક બોલિંગ કરી હતી. તેણે તેના નામે બે વિકેટ કરી હતી. યાદવને હવે જસપ્રિત બુમરાહની બરોબરી કરવાની તક મળશે. બુમરાહે વનડેમાં 108 વિકેટ ઝડપી છે. કુલદીપનાં નામે 107 વિકેટ છે. જો તે ત્રણ વિકેટ લે છે, તો તેની પાસે યુવરાજ સિંહનની બરોબરી કરવાની તક પણ હશે. યુવરાજે વન ડેમાં 110 વિકેટ ઝડપી છે.

IND vs SL / ડેબ્યૂ મેચમાં ઇશાન કિશને તોફાની અંદાજમાં ફટકાર્યા 59 રન

ટીમ ઈન્ડિયાનું પ્રથમ મેચમાં રહ્યુ હતુ શાનદાર પ્રદર્શન

આ ઉપરાંત શ્રીલંકા વિરુદ્ધ ભારતની આ સતત 9 મી દ્વિપક્ષીય શ્રેણીમાં જીત હશે. ભારતીય ટીમ 2007 થી શ્રીલંકા સામે હારી નથી. મહત્વનું છે કે, પ્રથમ વનડેમાં શ્રીલંકાને 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 36.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. 


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment