ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વનડે મેચ 18 જુલાઈએ કોલંબો (આર.પ્રમેદાસા સ્ટેડિયમ, કોલંબો) ખાતે રમાઈ રહી છે, જેમાં શ્રીલંકાનાં કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ક્રિકેટ / રાશિદ ખાનનો હેલિકોપ્ટર શોટ જોઇને તમે પણ ચોંકી જશો, Video
આપને જણાવી દઇએ કે, IPL માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તોફાની બેટિંગ કરતો ઇસાન કિશન આ મેચમાં આજે ડેબ્યૂ કરવાનો છે. જો કે આજનો દિવસ તેના માટે ઘણો ખાસ છે. આજે ઇશાન કિશનનો જન્મ દિવસ છે. અને આજે પોતાના જન્મ દિવસે તેને વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. જણાવી દઇએ કે, ઇશાન કિશન પોતાના જન્મદિવસ પર ડેબ્યૂ કરનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલાં, વર્ષ 1990 માં, બેટ્સમેન ગુરશરન સિંહે ઓસ્ટ્રેલિયા સામે હેમિલ્ટનમાં ડેબ્યૂ કર્યુ હતુ. ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં વનડે ડેબ્યૂ કરી રહ્યા છે. શ્રીલંકા માટે ભાનુકા રાજપક્ષેની આ પ્રથમ વનડે મેચ છે. ભારત સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સાથે રમી રહ્યું છે.

ક્રિકેટ / આજે ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે પ્રથમ વનડે, નહીં રમી શકે સ્ટાર ખેલાડીઓ
ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવન
ભારત: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, નીતીશ રાણા, ઇશાન કિશન (WK), સંજુ સેમસન (WK), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, રાહુલ ચહર, દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરીયા, નવદીપ સૈની.
Toss & Team News from Colombo:
Sri Lanka have won the toss & elected to bat against #TeamIndia in the first #SLvIND ODI.
Follow the match 👉 https://t.co/rf0sHqdzSK
Here's India's Playing XI 👇 pic.twitter.com/eYNANlZ9ij
— BCCI (@BCCI) July 18, 2021
શ્રીલંકા પ્લેેઇંગ ઇલેવન
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), ધનંઝાયા ડી સિલ્વા (વાઇસ-કેપ્ટન), અવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, પથુમ નિસંકા, ચરિત અસલંકા, વનિંદુ હસરંગા, આશેન બંડારા, મિનોડ ભાનુકા, લાહિરુ ઉદારા, રમેશ મેન્ડિસ, ચમિકા કરુણારાત્ને, દુષ્મંથા ચમીરા , લક્ષ્મણ સંદાકન, અકિલા ધનંજય, શિરન ફર્નાન્ડો, ધનંજય લક્ષ્મણ, ઇશાન જયરત્ને, પ્રવીણ જયવિક્રેમા, અસિથા ફર્નાન્ડો, કાસુન રજિતા, લાહિરુ કુમારા, ઇસુરુ ઉદાના
1st ODI. Sri Lanka XI: WIA Fernando, M Bhanuka, B Rajapaksa, D de Silva, C Asalanka, D Shanaka, W Hasaranga, C Karunaratne, I Udana, D Chameera, L Sandakan https://t.co/rf0sHqvbhk #SLvIND
— BCCI (@BCCI) July 18, 2021
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ભુવનેશ્વર કુમાર ટીમનો વાઇસ-કેપ્ટન રહેશે. કોચ તરીકે ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ટીમની સાથે આવ્યા છે. આ સીરીઝમાં ભારતીય ટીમ ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. ટીમ ઈન્ડિયાનાં સિનિયર ખેલાડીઓ વિના ભારતીય ટીમ માટે પણ તે એક મોટી અને અઘરી કસોટી હશે. ભૂતકાળમાં ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ અને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. જોવાનું એ રહેશે કે આ સીરીઝમાં આઈપીએલનાં યુવા હીરો કેવું પ્રદર્શન કરે છે. ભારત અને ઈંગ્લેન્ડ સીરીઝની પહેલી મેચ 18 જુલાઈએ રમાશે, આ એક દિવસીય મેચ હશે અને આ મેચ કોલંબોનાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાશે. જોકે અગાઉ આ સીરીઝની શરૂઆત 13 જુલાઇથી જ થવાની હતી, પરંતુ કોરોના વાયરસનાં કારણે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
