Not Set/ બાનાસ ડેરી દર વર્ષે 1132  કરોડ રૂ.પશુપાલકોને ફાળવશે

ફેટના ભાવ 812 ની જગ્યાએ 818 રૂપિયા એટલે કે રૂ 6 નો વધારો કરી પશુપાલકોને કરોડોની ભેટ આપી હતી. આમ બનસડેરી એ કોરોના કાળ ના સમયમાં પણ પશુપાલકોના હિત માં નિર્ણય લીધો છે.

Top Stories

એશિયાની સૌથી મોટી બનાસડેરીની 53મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ છે. જે બનાસકાંઠાના મોરિયા મેડિકલ કોલેજમાં યોજાઈ હતી. જેમાં ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને 14.18 ટકા નફો ફાળવીને જીલ્લાવાસીઓને કરોડોની ભેટ આપી દીધી હતી.

  • બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
  • બનાસ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ
  • અનેક નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો કર્યો નિર્ણય
  • વીજળી ઉત્પન્ન કરવા સોલર પ્રોજેકટની સ્થાપના કરશે

એશિયા ની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાના વાસીઓ માટે જીવાદોરી સમાન બનાસડેરીની  53મી વાર્ષિક સાધારણ સભા મોરીયા મેડિકલ કોલેજ ખાતે મળી હતી. મોડિકલ કોલેજમાં બોર્ડ ઓફ ડિરેક્ટરો અને ડેરીના સ્ટાફ ની ઉપસ્થિતમાં વર્ચ્યુઅલ સભા યોજાઈ હતી. જેમાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વાર્ષિક હિસાબો રજૂ કર્યા બાદ ગયા વર્ષે શરૂ કરેલ પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. જોકેબાદમાં દિયોદ ના સનાંદર ગામે બની રહેલ નવીન ડેરી ને ડિસેમ્બરમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. સાથે બટાટાની નવી પ્રોડક્ટ બનાવવા રૂ 100 કરોડના ખર્ચે પ્લાન નાખવાની જાહેરાત કરી હતી. ડેરીમાં સોલર પ્લાન્ટ થકી લાઈટ ઉત્પન કરવાની જાહેરાત કરી હતી. અને પશુપાલકો માટે બનાસડેરી નફામાંથી 14.18 ટકા નફો ફાળવી પશુપાલકોને રૂ 1132 કરોડ નફો આપવાની જાહેરાત કરી હતી. ફેટના ભાવ 812 ની જગ્યાએ 818 રૂપિયા એટલે કે રૂ 6 નો વધારો કરી પશુપાલકોને કરોડોની ભેટ આપી હતી. આમ બનસડેરી એ કોરોના કાળ ના સમયમાં પણ પશુપાલકોના હિત માં નિર્ણય લીધો છે.

બનાસડેરી દ્વારા નફો ફળવાત પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. જિલ્લામાં પશુપાલન કરતા અને દૂધ ભરાવતા 5.50 લાખ પશુપાલકોને સુધી ફાયદો થયો હતો. જેથી પશુપાલકો એમાંય મહિલા પશુપાલકોએ તો ડેરીના સંચાલક મંડળ અને ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજે સાધારણ સભા બાદ સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા ગ્રાહક ને સન્માનપત્ર આપી નારી શક્તિ ની તાકાત બતાવવું બદલ સન્માન કર્યું હતું. જ્યારે કોરોના કાળ ના કપરા સમય અને ડેરી ના કરોડોના પ્રોજેકટ ચાલુ હોવા છતાં માતબર નફો અને દૂધના ભાવ વધારાનો નિર્ણય લઈ 5.50 લાખ પશુપાલકોને ભેટ આપતા પશુપાલકો માં આનંદ છવાયો હતો.

wifi free / યોગી સરકારનો મોટો નિર્ણય, હવે ઉત્તર પ્રદેશમાં વાઇ-ફાઇ મફત મળશે

ગેરકાયદેસર બાંધકામ / મંત્રી બનતાની સાથે જ જહોન બર્લા નિશાન પર, મમતા સરકારે ગેરકાયદેસર મકાન તોડવાનો આદેશ આપ્યો