ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શનિવારે કહ્યું કે તે એક સ્વપ્ન સાકાર થયું અને તેમની જીત માટે પ્રાર્થના કરવા બદલ સમગ્ર દેશનો આભાર માન્યો. મીરાબાઈ ચાનુએ શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલા 49 કિગ્રા કેટેગરીમાં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો હતો. આ પછી, તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા નિવેદનમાં તેમણે કહ્યું, મેડલ જીતવું એ મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું આ પદક મારા દેશને સમર્પિત કરવા માંગુ છું અને આ પ્રવાસમાં મને સાથ આપવા બદલ ભારતીય લોકોની અબજો પ્રાર્થનાનો આભાર માનું છું. હું મારા કુટુંબ, ખાસ કરીને મારી માતાને મારામાં વિશ્વાસ કરવા અને બલિદાન આપવા બદલ આભાર માનું છું.
ચાનુએ વધુમાં કહ્યું, ‘અમારી સરકાર, રમતગમત મંત્રાલય, વેઈટ લિફ્ટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, રેલ્વે, ઓજીઓ પ્રાયોજકો અને માર્કેટિંગ એજન્સી આઇઓએસનો આ પ્રવાસમાં સતત સમર્થન આપવા બદલ તેમનો ખાસ આભાર માનું છું, હું મારા કોચ વિજય શર્મા સર અને સપોર્ટ સ્ટાફની સતત મહેનત, પ્રેરણા અને તાલીમ માટે ખાસ આભાર માનું છું. ફરી એકવાર સમગ્ર વેઈટ લિફ્ટિંગ બંધુ અને મારા બધા દેશવાસીઓનો આભાર માનું છું.
