Not Set/ શહેરમાં બદલીનો દોર યથાવત, 10 પી.આઇની આંતરિક બદલી કરાઇ

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા 10 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી

Ahmedabad Gujarat

@ અતિબ સૈયદ , અમદાવાદ. 

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર સંજય શ્રિવાસ્તવ દ્વારા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 10 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે . જેમાં દાણીલીમડા, કારંજ, સાયબર ક્રાઇમ, વિશેષ શાખા, વસ્ત્રાપુર, શહેર કોટડા, ઇસનપુર, એસ.ઓ.જી, ગોમતીપુર અને કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશ્નર દ્વારા  બદલી કરવામાં આવી છે . અમદાવાદ શહેરના 10 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે આપ્યા બદલીના આદેશ.

પી. આઇ. એમ. એમ. લાલીવાલાની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાંથી કારંજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી. જ્યારે પી.આઇ. ડી.વી. તડવીની કારંજ પોલીસ સ્ટેશનમાંથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા પી.આઇ. આર.જે. ચૌધરીની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. વિશેષ શાખામાં ફરજ બજાવતા પી.આઇ. એસ.જી ખાંભલાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી. જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. સરોદેને સાઇબર ક્રાઇમ ખાતે બદલી કરવામાં આવી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.જે. રાજપૂતને એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.બી. સાંખલાની શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ.ઓ.જી.માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર કે.જે. ઝાલાની વાસણા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. સી.બી. ટંડેલની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પી.આઇ. જે. કે. રાઠોડને ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

આમ, અમદાવાદના 10 પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશ્નર શ્રી. સંજય શ્રિવાસ્તવ દ્વારા બદલી કરાવામાં આવી છે.