વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર અને ભારતીય જનતા પાર્ટીમાં સતત કાર્યરત રહેતાં એવા દ્વારકાના જનસંઘના હરિભાઈ આધુનિકનું 88 વર્ષની વયે રાજકોટમાં અવસાન થયું છે. દ્વારકા દેવસ્થાન સમિતિમાં છેલ્લા આશરે વીસેક વર્ષથી સદસ્ય તરીકે સેવા આપતા હતા.વિશ્વ હિન્દુ પરિષદ તથા RSSના સેવાભાવી કાર્યકર અને હિન્દુવાદી એવા દ્વારકા ભાજપના વર્ષો જૂના પીઢ કાર્યકર તથા જનસંઘ સમયે તેઓ જેલમાં ગયા હતા. ગુજરાતમાં લોકસભા હોય, વિધાનસભા કે નગરપાલિકા અથવા તાલુકા પંચાયતની ચુંટણી સમયે હરિભાઈ આધુનિક હાથમાં થેલો લઈને દુકાને-દુકાને ઘરે-ઘરે પહોંચીને દ્વારકાધીશનો પ્રસાદ આપીને ભાજપને મત આપવા માટે અપીલ કરતા હતા.
બજેટ સત્ર / રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીનું સંસદમાં સંબોધન – વિપરીત કાળમાં પણ દેશ પોતાનો રસ્તો પ્રસસ્ત કર્યો
હરિભાઈ આધુનિક વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને જનસંઘ વખતથી ભાજપના કાર્યકર રહ્યા છે ખૂબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હરિભાઈ આધુનિક વડાપ્રધાન મોદીના પ્રથમ હરોળના મિત્ર ગણાય છે. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને ભારતના વડાપ્રધાન બન્યા બાદ પણ દ્વારકા આવતા હતા ત્યારે તેઓ પોતાના કાફલાને અટકાવી તમામ પ્રોટોકોલ સાઈડમાં મૂકી હરિભાઈ આધુનિકને મળવા અચૂક દોડી જતા હતા.
Twitter / ટ્વિટરે ભારત સરકારને આપ્યો જવાબ, કહ્યું – અમે બંધ કર્યા 500 વિવાદિત એકાઉન્ટ
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ દ્વારકાના વયોવૃદ્ધ કૃષ્ણ ભક્ત તથા દ્વારકા દેવસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય હરિભાઈ આધુનિકના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક શોક સંદેશામાં નથવાણીએ જણાવ્યું કે હરિભાઈ આધુનિક દ્વારકાના વિકાસ માટે થતા સંન્નિષ્ઠ પ્રયાસોમાં હંમેશા સક્રિય અને સહભાગી રહ્યા. તેઓ પોતાના સૌમ્ય અને મૃદુ સ્વભાવ તથા રચનાત્મક અભિગમને લીધે સર્વપ્રિય રહ્યા હતા. તેમના અવસાન બદલ હું મારી આદરાંજલિ અર્પિત કરું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શ્રીજી ચરણોમાં પરમ પદ પ્રાપ્ત થાય તથા તેમનાં સ્વજનોને સાંત્વના પ્રાપ્ત થાય. જય દ્વારકાધીશ.
Saddened by demise of octogenarian devotee of Dwarkadheesh Sh Haribhai Adhunik. I fondly remember his role & contribution as Member, Dwarka Devasthan Samiti. I pray to Lord Dwarkadheesh to place the departed soul in eternal peace & give strength to family in this difficult time. pic.twitter.com/AtRd47RX0I
— Parimal Nathwani (@mpparimal) February 10, 2021
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
