Ahmedabad News/ ઉંદરની જેલ ઘરમાં મૂકી તો થશે કાયદાકીય કાર્યવાહી

ઉંદર મારવાની જેલ જો હવે ઘરમાં રાખશો તો ફેંકી દેજો, જો તમારા ઘરમાં આ જેલ હશે તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થશે. ગુજરાતીઓ ઘરમાં આવતા ઉંદરને જીવતો કે મરેલો પકડવા માટે આ જેલ ઘરમાં મૂકતા હોય છે.

Gujarat Ahmedabad Breaking News

Gandhinagar News: ઉંદર મારવાની જેલ જો હવે ઘરમાં રાખશો તો ફેંકી દેજો, જો તમારા ઘરમાં આ જેલ હશે તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થશે. ગુજરાતીઓ ઘરમાં આવતા ઉંદરને જીવતો કે મરેલો પકડવા માટે આ જેલ ઘરમાં મૂકતા હોય છે.

ગાંધીનગરમાં ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડે આ પરિપત્ર જારી કર્યો છે. પ્રાણી કલ્યાણ બોર્ડે રાજ્યના તમાન જિલ્લા કલેક્ટરને આ પરિપત્ર જારી કર્યો છે. તેના જ સંદર્ભમાં ઉંદરને મારતા ગ્લુ ટ્રેપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જામનગરમાં સૂચનાને લઈને તંત્રએ કડક ચેકિંગ હાથ ધર્યુ છે. પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની ટીમે ચેકિંગ કર્યુ છે. ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં એકમો પર ચેકિંગ છે. જામનગરના કલેક્ટર બી.કે. પંડયાની સૂચનાથી આ ચેકિંગ કરાયું છે. જો કે બોર્ડના આ આદેશને આગામી સમયમાં કોર્ટમાં પણ પડકારવામાં આવી શકે છે. કેટલાય દલીલ કરી શકે છે તેના માટે ફક્ત જેલ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. ઉંદરને મારવાની કેટલીય રીતો છે. ફક્ત જેલ પર જ પ્રતિબંધ શા માટે મૂકવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024, રામ-શબરીના મિલન સ્થળ પર બનશે ‘શબરી ધામ’

આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા

આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો