Not Set/ જામનગર : ભાવવંદન કાર્યક્રમમાં ૧૦૫૦ સીનીયર સીટીઝને અનોખી રીતે કરી ઉજવણી

જામનગર, જીવનમાં બાળપણ, યુવાની અને ઘડપણનું ચક્ર સતત ચાલ્યા જ કરે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સાથે જીવેલા સાથીઓની સંખ્યા ઘટતી જાય છે અને એક સમય એવો આવે છે કે તેઓ એકલતાનો અનુભવ કરે છે. આવામાં સીનીયર સીટીઝનના જીવનની કેટલીક પળો યાદગાર બનાવવા માટે રીઝવાન આડતિયા ફાઉન્ડેશન એન્ડ કલ્ચરલ ડેવલોપમેન્ટના પ્રયાસથી જામનગરમાં […]

Gujarat

જામનગર,

જીવનમાં બાળપણ, યુવાની અને ઘડપણનું ચક્ર સતત ચાલ્યા જ કરે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સાથે જીવેલા સાથીઓની સંખ્યા ઘટતી જાય છે અને એક સમય એવો આવે છે કે તેઓ એકલતાનો અનુભવ કરે છે.

આવામાં સીનીયર સીટીઝનના જીવનની કેટલીક પળો યાદગાર બનાવવા માટે રીઝવાન આડતિયા ફાઉન્ડેશન એન્ડ કલ્ચરલ ડેવલોપમેન્ટના પ્રયાસથી જામનગરમાં બુધવારે ‘ ભાવવંદન ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના આયોજક રીઝવાન આડતિયા આફ્રિકામાં મોઝાંબીકમાં રહે છે.

હાલની આધુનિક જિંદગી જોવા જઈએ તો કોઈને એક-બીજા માટે સમય નથી એવામાં જયારે વડીલના જીવનસાથી કે જીવન સંગીનીએ આ દુનિયાથી વિદાય લઇ લીધી હોય ત્યારે જીવન જીવવું બહુ આકરું બની જાય છે.

વડીલોની  ખુશીને ધ્યાનમાં રાખીને ભાવવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સવારે ચા-નાસ્તાથી માંડીને ઉદ્ઘાટન , સ્વાગત , ગેમ શો , હાસ્ય કાર્યક્રમ , બપોરનું ભોજન અનેરસ ગરબા કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભાવવંદન કાર્યક્રમમાં આનંદ અને ઉલ્લાસ સાથે ૧૦૫૦ વડીલોએ હાજરી આપી હતી.