@ અલ્પેશ ડાભી , મંતવ્ય ન્યુઝ.
ભાવનગર શહેરના ઘોઘારોડ પર ત્રણ વર્ષ પૂર્વ થયેલ હત્યા કેશમાં કુલ સાત ઇસમને આજીવન કેદની સજા ફટકારતી ડિસ્ટ્રીક કોર્ટ


ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલ ચકુતલાવડી પાસે ત્રણ વર્ષ પૂર્વ એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવેલ જ્યાં ઇજા ગ્રસ્ત ને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા ઘટનાનો ગુનો હત્યા માં પરિવળ્યો હતો જ્યાં પોલીસ દ્વારા હત્યા કરનાર તમામ આરોપી ની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ જ્યાં આ હત્યા અંગેનો કેશ ભાવનગર ડિસ્ટ્રીક કોર્ટના જજ આર.ટી.વચ્છાણી ની કોર્ટ માં જતા અને સરકારી વકીલ વિપુલ દેવમુરારી ની ધારદાર દલીલો તેમજ પુરાવાને માન્ય રાખી તમામ આરોપીને આજીવન કેદની સજા તેમજ રોકડ રૂ.૪.૨૦.લાખનો દંડ ફટકારવામાં આવી.
