આસામ અને મિઝોરમ વચ્ચે સરહદી વિવાદે 26 જુલાઈએ હિંસક વળાંક લીધો હતો. આ અથડામણમાં આસામ પોલીસના છ જવાન શહીદ થયા હતા. બંને રાજ્યો વચ્ચે મામલો વધતો જોઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરમિયાનગીરી કરવી પડી. અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને વહેલી તકે પરિસ્થિતિ સામાન્ય કરવાની અપીલ કરી. તેની અસર પણ જોવા મળી રહી છે. આસામના મુખ્યમંત્રીએ પોલીસને મિઝોરમના સાંસદ કે વનલાલવેના સામે નોંધાયેલી એફઆઈઆર પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ હિમંતા બિસ્વા શર્માએ સોમવારે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
આ પણ વાંચો :આસામના કોંગ્રેસ ધારાસભ્ય સુશાંત બોરગોહેન ભાજપમાં જોડાયા
રાજ્યની પોલીસને રાજ્યસભાના સાંસદ કે વનલાલ્વેના વિરુદ્ધ 26 જુલાઈએ મિઝોરમ સાથેની સરહદની અથડામણ બાદ “સદભાવના સંકેત” તરીકે એફઆઈઆર પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે અન્ય પોલીસ અધિકારીઓ સામે કેસ ચાલશે.
આ પણ વાંચો :ન્હાવા પડેલા યુવકોના ડૂબી જતા મોત, પરિવારે ગુમાવ્યા કુળદીપક
હિમંત બિસ્વા શર્માએ પોતાના ટ્વિટમાં લખ્યું, “મેં મીડિયામાં માનનીય મુખ્યમંત્રી જોરમથંગાના નિવેદનો જોયા છે જેમાં તેમણે સરહદી વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આસામ હંમેશા ઉત્તર પૂર્વની ભાવનાને જીવંત રાખવા માંગે છે. અમે અમારી સરહદો પર શાંતિ સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.
Assam CM Himanta Biswa Sarma tweets, "I've directed Assam Police to withdraw FIR against K Vanlalvena, Rajya Sabha MP from Mizoram. However, cases against other accused police officers will be pursued."
The MP was booked by Assam Police in connection with July 26 border violence pic.twitter.com/DWq2mMIWxP
— ANI (@ANI) August 1, 2021
