આતંકવાદીઓએ લખનઉના મનકામેશ્વર મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તાજેતરમાં જ ધરપકડ કરાયેલા મુજાહિદોને 14 ઓગસ્ટની સાંજ સુધીમાં મુક્ત કરવામાં નહીં આવે તો મનકામેશ્વર મંદિર ફૂંકી દેવામાં આવશે. આ પહેલા તેણે અલીગંજમાં હનુમાન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.
મંદિરના સંચાલકે તેના વિશે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. મંદિર ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળ્યા બાદ પોલીસે હાઈ એલર્ટ પર રાખ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. પત્ર મોકલનારે પોતાને જેહાદના સમર્થક ગણાવ્યા છે. મામલાની સંવેદનશીલતાને જોતા સ્થળ પર ભારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. જે બાદ મંદિર પરિસરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે UP ATS એ અલ કાયદાના શંકાસ્પદ આતંકવાદીઓ મિન્હાજ અને મસીરુદ્દીનની લખનઉના દુબગા વિસ્તારમાંથી થોડા સમય પહેલા ધરપકડ કરી હતી. બંને આતંકવાદીઓને 14 દિવસના રિમાન્ડ પર કોર્ટે એટીએસને સોંપ્યા હતા.
