પ્રેમમાં આંધળા હોય તેવી વ્યક્તિઓને આપણે જોઈ છે, તેમના વિશે ઘણીવાર સાંભળતા આવ્યા છીએ. પણ શું તમે જાણો છો કે પ્રેમમાં આંધળી વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડ બીજાની પત્ની હોવાનું જાણવા મળવા છતાં દેવાળુ ફૂંકતો હોય! સોશિયલ મીડિયામાં આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
હા, આવો કિસ્સો જોવા મળ્યો છે. આ બનાવ ચીનમાં બન્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વાંગ યુઆન નામક યુવક સાથે આશ્ચર્ય પમાડે તેવી ઘટના ઘટી છે. વાંગ યુઆન છેલ્લા 5 વર્ષથી પોતાની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતો. બેરોજગારીના કારણે તે તેના બોસ, ઓફિસના કર્મચારીઓ પાસેથી ઉછીના રૂપિયા લેતો હતો.
ગર્લફ્રેન્ડ નીકળી બીજાની પત્ની! યુવક થયો લવ સ્કેમનો શિકાર!
વાંગ યુઆનને ખબર ન હતી કે તે જે યુવતી સાથે ગાઢ સંબંધ ધરાવે છે, તે ગર્લફ્રેન્ડ તો બીજાની પત્ની હોવાનો દાવો કરવા લાગી. તેની ગર્લફ્રેન્ડ ઝાંગ લીને 5 વર્ષથી પૈસા ચૂકવતો હતો, ને આજ સુધી રૂપિયા 2 કરોડથી વધુની રકમ ચૂકવી દીધી છે. છેલ્લે દેવામાં ડૂબવાથી તેના બોસે પોલીસ કેસ કરતા ભાંડો ફૂટ્યો હતો.
કેવી રીતે સમગ્ર મામલો સામે આવ્યો…
ઑફિસમાં બોસને જ્યારે તેના કર્મચારી વાંગ યુઆન વિશે ખબર પડી કે, તે દેવામાં ડૂબેલો છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા વાંગ સાથે વાત કરી હતી. પરંતુ વાંગે તેમના વાત પર વિશ્વાસ ન કર્યો. આખરે તેના બોસે આ ઘટના સંકાસ્પદ જણાતા પોલીસને સમગ્ર ઘટના જણાવી. તેમણે પોલીસને જણાવ્યું કે, વાંગએ તેના સહકર્મીઓ પાસેથી પણ કેટલાંક રૂપિયા ઉધાર લીધાં છે. એટલું જ નહીં, તેમની કંપની નિયમિત રીતે તેમના કર્મચારીઓની જરૂરિયાતને પૂર્ણ કરે છે. તેમ છતાં, તે દેવામાં ડૂબ્યો કઈ રીતે? તેથી શંકા જણાતાં પોલીસ તપાસની માગ કરી છે.
વાંગને જ્યારે પૂછવામાં આવતું કે તે શા માટે પૈસાની આટલી બધી જરૂર છે પણ દર વખતે કોઈ જવાબ આપતો ન હતો. બાદમાં પોલીસ તપાસ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી કે તેની ગર્લફ્રેન્ડ વાસ્તવમાં બીજાની પત્ની છે. તેમજ ગર્લફ્રેન્ડ ઝાંગ લીના નાના ભાઈ માટે પણ વાંગએ જ ફી ભરી છે. વધુમાં, વાંગ તેની બીમાર માતાને પણ રૂપિયા ઉધાર લેવાનું કહેતો હતો. આ ગર્લફ્રેન્ડને એક છોકરો પણ છે.
તેમ છતાં, પ્રેમમાં આંધળો વાંગ સમગ્ર વિગતોની સચ્ચાઈ જાણતો હોવા છતાં તેને તેના બોસની એક પણ વાત માની નહીં. જોકે, પોલીસે ઝાંગ લીની હકીકત જાણ્યા બાદ તેની ધરપકડ કરી લીધી છે. ઉપરથી વાંગ ઝાંગ લી વિરૂદ્ધ કેસ રદ કરવામાં આવે તેવું કહ્યું હતું. વાંગ એ તેની ગર્લફ્રેન્ડને માફ પણ કરી દીધી!
આ પણ વાંચો:Political/રાજસ્થાનમાં ભાજપ સરકારે ગેહલોત સરકારનો આ નિર્ણય બદલ્યો,CMએ લીધો આ મહત્વનો ફેંસલો
આ પણ વાંચો:loksabha election/પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટો માટે પ્રથમ બેઠક મળી,વિવિધ મુદ્દા પર થઇ ચર્ચા
આ પણ વાંચો:loksabha election/આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને મળી સંજીવની, CM રેડ્ડીની બહેન શર્મિલાએ પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં કર્યું વિલીનીકરણ
