#TokyoOlympic2021/ બ્રિટન સામે ભારતીય મહિલા હોકી ટીમની હાર, ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી

ટોકિયો ઓલિમ્પિકથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આજે ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ માટે રમી હતી. જેમા બ્રિટને ભારતને 4-3 થી હરાવ્યું છે.

Top Stories Sports
  • ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહીલા હોકી ટીમ હારી
  • બ્રિટન સામે ભારતીય મહિલા હોકી ટીમની હાર
  • મહિલા હોકીમાં બ્રિટને ભારતને 4-3થી હરાવ્યું
  • ઓલિમ્પિક-હોકીમાં ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી
  • ઓલિમ્પિકની પદક રેસમાં હારી ભારતીની ટીમ

ટોકિયો ઓલિમ્પિકથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આજે ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ માટે રમી હતી. જેમા બ્રિટને ભારતને 4-3 થી હરાવ્યું છે.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / કુશ્તીમાં રવિ દહિયાને હરાવવા કઝાકિસ્તાનના આ ખેલાડીએ આ જગ્યાએ બટકું ભરી લીધું

આજે (શુક્રવારે) ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો 15 મો દિવસ છે. આજે એટલે કે શુક્રવારે ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે બ્રિટન સામે રમી હતી. જેમા ભારતને મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. જી હા, જે બ્રોન્જ મેડલની રાહ સમગ્ર ભારત જોઇ રહ્યુ હતુ તે મેડલ જીતવાનું ભારતનું સપનુ ફરી એકવાર સપનુ જ બની રહ્યુ છે. આ ફાઇટિંગ મેચમાં ભારતને બ્રિટેને 4-3 થી હરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારતના ખાતામાં ઘણા મેડલ આવ્યા છે. ભારતની મહિલા અને પુરુષ ટીમો મળીને ઓલિમ્પિકમાં ભારત પર પ્રભુત્વ ધરાવે છે અને દેશને ગૌરવ અપાવે છે. રવિ કુમાર દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો, મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / રવિ દહિયાને ભારત માટે સિલ્વર મેડલ જીતવા બદલ હરિયાણા સરકાર આપશે 4 કરોડનું ઈનામ

ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ મેચ 4-3થી હારી ગઈ છે. ટીમ ઈંન્ડિયાએ એક સમયે 2-0થી પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરી હતી અને બ્રિટન પર 3-2ની લીડ મેળવી લીધી હતી. પરંતુ તે પછી, તેમના અનુભવનો લાભ લઈને બ્રિટને મેચમાં પુનરાગમન કર્યું અને 4-3ની લીડ મેળવી લીધી. આ સ્કોર પર મેચ સમાપ્ત થઈ હતી અને બ્રિટેન મેચ જીતી ગયુ. પ્રથમ હાફની ત્રીજી મિનિટમાં બ્રિટને પેનલ્ટી કોર્નર બનાવ્યો હતો. પરંતુ ભારતીય ડિફેન્ડર્સે તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી, ભારત અને બ્રિટન તરફથી ગોલ કરવાના પ્રયાસો થયા પરંતુ સફળતા મળી નહીં. બ્રિટને હાફની 9 મી મિનિટમાં પોતાનો બીજો પીસી મેળવ્યો હતો પરંતુ તે ફાઉલને કારણે બગડી ગયો હતો. હાફની છેલ્લી 9-10 મિનિટમાં બ્રિટને ભારતને દબાણમાં રાખ્યું હતું. પરંતુ ભારતીય ગોલકીપર સવિતા પૂનિયાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.