Policy/ RBI એ રેપોરેટ 4 ટકા યથાવત રાખ્યો, EMI પર હાલ કોઇ રાહતનાં સંકેત નહીં

RBI એ તેની નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરી છે. RBI એ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મુખ્ય વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

Top Stories Business
  • RBIએ રેપોરેટ 4 ટકા યથાવત રાખ્યો
  • રિવર્સ રેપોરેટ 3.35 ટકા રખાયો
  • RBIએ રેપોરેટમાં ના કર્યો કોઇ બદલાવ
  • EMI પર હાલ કોઇ રાહતનાં સંકેત નહીં
  • RBI ગવર્નર શક્તિકાંત દાસે આપી જાણકારી

RBI એ તેની નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરી છે. RBI એ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મુખ્ય વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે,માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિબિલિટી રેટ અને બેંક રેટ 4.25 ટકા રાખવામાં આવ્યો છે. દાસે કહ્યું કે, કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિ સમિતિએ આ વખતે પણ પોતાનું વલણ ‘અનુકૂળ’ એટલે કે ઉદાર રાખ્યું છે.

આ પણ વાંચો – ડિજિટલ ચલણ / રિઝર્વ બેંકે શરૂ કરી Digital રૂપિયો રજૂ કરવાની તૈયારી; જાણો ખિસ્સામાં રાખેલા પૈસાથી કેવી રીતે અલગ હશે?

આર્થિક મંદીનાં વાતાવરણમાં, વધતી જતી મોંઘવારીએ RBI માટે ચિંતા વધારી દીધી છે. મે મહિનામાં સીપીઆઈ (રિટેલ ઈન્ફ્લેશન રેટ) આરબીઆઈનાં અંદાજ કરતા ઘણો વધારે હતો. મે મહિનામાં મોંઘવારી 6.30 ટકા સુધી પહોંચી ગયો હતો. એ જ રીતે, જૂનમાં તે સહેજ ઘટીને 6.26 ટકા થયો હતો, જ્યારે આરબીઆઈએ 6.0 ટકા મોંઘવારીનું અનુમાન લગાવ્યુ હતુ.

આ પણ વાંચો – Good News! / આ કારણે જલ્દી જ થઈ શકે છે પેટ્રોલનાં ભાવમાં ઘટાડો..

એટલે જ આજે નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસે મે મહિનામાં ઉંચી મોંઘવારી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. મે અને જૂનમાં અપેક્ષિત મોંઘવારી ઉંચી હોવાને કારણે, આરબીઆઈએ હવે નાણાકીય વર્ષ 2021-22 માટે મોંઘવારીનો અંદાજ 5.1 ટકાથી વધારીને 5.7 ટકા કર્યો છે. તેમના મતે, બીજા ક્વાર્ટરમાં મોંઘવારીનો દર 5.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.3 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહેવાનો અંદાજ છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / પર્યાવરણને બચાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અંદાજે 500 કરોડ પ્લાસ્ટિક બોટલોને કરશે Recycle

આરબીઆઈ અનુસાર, 2021-22 નાં વર્ષમાં જીડીપી વૃદ્ધિ 9.5 ટકા રહેવાની ધારણા છે. જે તેના અગાઉનાં અંદાજને અનુરૂપ છે. અર્થતંત્રમાં રિકવરીનાં સંકેતોને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ વ્યાજદરમાં કાપ મૂકવાથી પોતાને દૂર રાખ્યા છે. જોકે, આરબીઆઈ ગવર્નરે અર્થતંત્રમાં અસમાન સુધારા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, કેટલાક ક્ષેત્રો પુનર્જીવિત થઈ રહ્યા છે. વળી, કેટલાક ક્ષેત્રોમાં અપેક્ષા મુજબ રિકવરી થઈ રહી નથી.