- આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
- પ્રથમ જ્યોતિલિંગના દર્શનનો પણ અનેરો મહિમા
- સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભીડ
- સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
- વિવિધ સ્લોટમાં ભક્તો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા
- એક વર્ષ બાદ શ્રાવણમાસમાં ભક્તોનો જમાવડો
- કોરોનાને પગલે ગતવર્ષે નહોતી અપાઈ છૂટછાટ

આજથી હિંદુઓનાં પવિત્ર અને પાવન ગણાતા એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં મહાદેવનાં દર્શાનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કેે, બાર જ્યોતિર્લિંગ પૈકીનાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ જયોતિર્લિંગનાં દર્શનાર્થે આજે સવારતી ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવિકોએ સોમનાથ દાદાનાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. અહી ભક્તો વિવિધ સ્લોટમાં દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામા આવી છે. હાલમાં કોરોનાવાયરસ મહામારીનાં કહેરનાં કારણે ભક્તોએ કોવિડનાં નિયમોનું પાલન કરવુ પડશે. તમામ ભક્તોએે અહી માસ્ક પહેરવુ જરૂરી છે.
- પવિત્ર શ્રાવણ માસની આજે શરૂઆત
- ભક્તોએ કોવિડના નિયમોનું કરવુ પડશે પાલન
- બીલેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભીડ
- તમામ ભક્તોએ પહેરવું પડશે માસ્ક

આજથી પ્રારંભ થયેલા પવિત્ર શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે બીલેશ્વર મહાદેવ ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. અહી શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ દર્શન માટેે આવી ગયા છે. જો કે અહી કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી તમામ ભક્તોને માસ્ક પહેરવુ ફરજીયાત કહેવામાં આવ્યુ છે.
- પવિત્ર શ્રાવણમાસ પૂર્વે Dy.CMએ કર્યા દર્શન
- નીતિનભાઇ પટેલે સોમનાથ મહાદેવનાં કર્યા દર્શન
- સોમનાથ દાદાનાં દર્શન કરી પૂજાઅર્ચના કરી
- શ્રાવણની પૂર્વ સંધ્યાએ Dy.CMએ કર્યા દર્શન

પવિત્ર શ્રાવણ માસ પૂર્વેે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ માત્ર ગુજરાતમાં કે દેશમાં જ નહિ દેશ-વિદેશોમાં પણ પ્રસિદ્ધ છે. જેથી સોમનાથ દાદાના દર્શન માટે લોકો ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશથી પણ ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ શ્રાવણ માસમાં ભાવિક ભક્તોની સંખ્યામાં ભારે વધારો થતો હોય છે. જેના લીધે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા મંદિરની સુરક્ષાના કારણોસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
