Good News!/ કોરોનાના કેસ ઘટતા રિવરફ્રન્ટ ખાતે હવે બોટિંગ અને આ એક્ટિવિટી પણ શરૂ કરાઈ

રાજય માં આ વખતે કોરોના ની લહેર  ભયંકર જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. સરકાર દ્વારા રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું.

Ahmedabad Gujarat

રાજયમાં આ વખતે કોરોનાની લહેર ભયંકર જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. સરકાર દ્વારા રાજય માં મીની લોકડાઉન  લગાવી દેવામાં આવ્યું હતું. જે હવે કેસો ઘટતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કેસો ઘટતા અમદાવાદ શહેરમાં ત્રણ મહિના બાદ ફરીથી રિવરફ્રન્ટખાતે બોટીંગ એક્ટિવિટી શરૂ કરવામા આવી છે.  અમદાવાદમાં કોરોનાના કેસમા વધારો થતા અન્ય એક્ટિવિટી સાથે બોટીંગ બંધ કરી દેવામા આવી હતી. જે હવે કેસો ઓછા છે ત્યારે ફરી બોટીંગ ચાલુ કરવામા આવ્યું છે. મહત્વનું છે કે  ત્યાં કોરોના ગાઈડ લાઈન નું પણ  પાલન થાય તેની તકેદારી રાખવી પડશે.

આ ઉપરાંત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મેલ્ટીલેવલ પાર્કીંગ બનાવાની કામગીરી પુર જોશમા ચાલી રહી છે. જે આગામી ડિસેમ્બર સુધીમા તૈયાર કરી દેવામાં આવશે. આ પાર્કીંગ બન્યા પછી ફ્લાવર ગાર્ડન – વૉક વે બ્રીજ તેમજ ઇવેન્ટ ગ્રાઉન્ડના મુલાકાતી ઓને રોડ ક્રોસ કરવાની જરુર પડશે નહી. તેઓ સીધા ફ્લાવર ગાર્ડન અને વોક વે બ્રીઝ તેમજ ઇવેન્ટ ગ્રાઉન્ડ પર આવી શકશે.

રીવરફ્રન્ટ પર વિવિધ જગ્યાએ પાર્કીંગ આપેલા છે. પરંતુ ફલાવર શો કે અન્ય કોઇ કાર્યક્રમ હોય ત્યારે પાર્કીંગની સમસ્યા સર્જાય છે. આ પાર્કીંગ બનતા તે સમસ્યા દૂર થશે. SVP હોસ્પિટલની પાછળના ભાગમાં 8710 ચો.મી. ક્ષેત્રફળના પ્લોટમાં એસવીપી મલ્ટિલેવલ પાર્કિગનું કામ શરૂ કરાયું હતુ.