લાઠીચાર્જ/ દેશનું ભવિષ્ય કહેવાતી વિદ્યાર્થીનીઓ પર પોલીસની બર્બરતા, જુઓ વીડિયો

વિરોધ કરી રહેલી છોકરીઓ હોલ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી, તે દરમ્યાન પોલીસે આ વિદ્યાર્થીનીઓને રોકવા માટે બળપ્રયોગ કર્યો અને તેમના પર લાકડીઓનો ઉપયોગ કર્યો. 

Top Stories India

ઝારખંડનાં ધનબાદમાં વિદ્યાર્થીનીઓ પર લાઠીચાર્જનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ કલેક્ટર કચેરીમાં છોકરીઓ પર લાઠીચાર્જ કરી રહી છે. આ મામલો 6 ઓગસ્ટનો છે, જ્યારે વિદ્યાર્થીનીઓ પુન:મૂલ્યાંકનની માંગ કરીને વિરોધ કરી રહી હતી.

આ પણ વાંચો – Covid-19 / ચીને વધારી ચિંતા, 2019 નાં અંત બાદ હવે મોટી સંખ્યામાં જોવા મળ્યા કોરોનાનાં કેસ

આપને જણાવી દઇએ કે, જે સમયે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા, તે સમયે રાજ્યનાં આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તા હોલની અંદર એક બેઠક યોજી રહ્યા હતા. વિરોધ કરી રહેલી છોકરીઓ હોલ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી, તે દરમ્યાન પોલીસે આ વિદ્યાર્થીનીઓને રોકવા માટે બળપ્રયોગ કર્યો અને તેમના પર લાકડીઓનો ઉપયોગ કર્યો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રાજ્યનાં શિક્ષણ મંત્રી જાગરનાથ મહતોએ કહ્યું કે, ધનબાદનાં ડીસીએ સમગ્ર મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ કેસમાં રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે, મહતોએ કહ્યું કે, પુન:મૂલ્યાંકન માટે એક નિશ્ચિત પ્રક્રિયા છે, જો કોઈ વિદ્યાર્થી નિષ્ફળ ગયો હોય અને પરીક્ષા પાસ કરવા માંગતો હોય, તો તેણે ફરિયાદ સેલમાં અરજી કરવી જોઈએ. જ્યાં સુનાવણી થશે. વળી, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તે 6 જુલાઈએ આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાને મળવા પહોંચી હતી, પરંતુ ત્યાંના એસડીએમએ તેમને જવા દીધા નહીં અને તેમના પર લાઠીચાર્જ કર્યો. એસડીએમ પોતે પોલીસ કર્મચારીઓ સાથે લાકડીઓનો ઉપયોગ કરે છે. ધનબાદ એસી શ્યામ નારાયણ રામે જણાવ્યું કે, ડીસીનાં આદેશ પર આ મામલાની તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ મામલે વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ સમિતિ ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

આ પણ વાંચો – Political / દિલ્હી પોલીસ એક્શન મોડમાં, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર મામલે કરી મોટી કાર્યવાહી

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે બાળકીઓ પર થયેલા લાઠીચાર્જ કેસ બાદ આ મામલા પર ધ્યાન આપ્યુ છે અને ત્રણ દિવસમાં સમગ્ર મામલાનો રિપોર્ટ મંગાવ્યો છે. રવિવારે એસી અને એસપીએ વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી છે. તપાસ સમિતિએ મહિલા પોલીસ અધિકારીની પણ પૂછપરછ કરી છે જેમણે ઘાયલ અને હોસ્પિટલમાં દાખલ બાળકીઓનાં નિવેદન લીધા છે. આ સાથે આ સમગ્ર ઘટનાનાં વીડિયો, સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.