રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી સિરો સર્વેલન્સની કામગીરી ચાલુ કરી છે, જેમાં રાજકોટના અલગઅલગ ૫૭ વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે. આ દરેક વિસ્તારમાંથી ૩૬ સેમ્પલ લેવામાં આવશે જેમાં ૫ થી ૯ વર્ષ ના ૪, ૧૦ થી ૧૮ વર્ષ ના ૮ અને ૧૮ વર્ષ થી ઉપરના ૧૨ પુરુષ તેમજ ૧૨ સ્ત્રી ના સેમ્પલ લેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા ૪ દિવસ માં પૂર્ણ થશે અને ૪ દિવસના અંતે કુલ ૧૮૦૦ સેમ્પલ લેવામાં આવશે.

50 કલસ્ટરમાંથી જુદી જુદી 26 ટીમ સર્વેમાં જોડાઇ છે. શહેરના કુલ ૧૮૦૦ લોકોના બ્લડના રેન્ડમ સેમ્પલ લેવાની શરૂઆત કરી દીધી છે. આ સર્વેથી કોમ્યુનિટી ટ્રાન્સફર, હર્ડ ઇમ્યુનિટી અને વાયરસનો સ્કેલ શોધાશે. લોહીના સેમ્પલમાંથી સિરમ બનાવીને ચકાસણી માટે મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે. સીરો સર્વેની દરેક ટીમમાં એક લેબોરેટરી ટેકનિશિયન સહિત 4 આરોગ્ય કર્મીઓનો રાખવામાં આવ્યા છે. દરેક ટીમ દ્વારા 36 બ્લડના સેમ્પલ લેવામાં આવશે.
સીરો સર્વે આ રીતે હાથ ધરવામાં આવે છે

આ સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી ઈન્જેક્શન મારફત 5 એમ.એલ લોહી લેવાતું હોય છે.
લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે તેમાં આઈજીજી કે આઈજીએમ નહીં પરંતુ, સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી નક્કી થશે.
જો રિઝલ્ટ પોઝિટિવ આવે તો એનો અર્થ એ થયો કે જે તે વ્યક્તિનું શરીર કોરોના સામે લડવા જરૂરી એન્ટીબોડી ધરાવે છે.
કોરોના થાય તો ગંભીર અસર થવાની શક્યતા રહેતી નથી.
આ સર્વે કરવાથી સંભવિત ત્રીજી લહેર આવે તો કેટલા ટકા વસ્તીને, ક્યાં વિસ્તારમાં, ક્યાં વય જૂથમાં વધુ જોખમ છે તે જાણી શકાય છે.


