Political/ ત્રિપુરા બન્યુ યુદ્ધનું મેદાન, મમતા બેનર્જીનાં ભત્રીજા અને TMC નેતા પર FIR

પશ્ચિમ બંગાળ બાદ હવે ત્રિપુરા ભાજપ અને ટીએમસીનું યુદ્ધનું મેદાન બનતુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ત્રિપુરા પોલીસે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજા અને ટીએમસી નેતા અભિષેક બેનર્જી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

Top Stories India

પશ્ચિમ બંગાળ બાદ હવે ત્રિપુરા ભાજપ અને ટીએમસીનું યુદ્ધનું મેદાન બનતુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ત્રિપુરા પોલીસે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજા અને ટીએમસી નેતા અભિષેક બેનર્જી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અભિષેક પર પોલીસ ફરજમાં વિઘ્ન નાખવાનો આરોપ છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

ખોવાઈ પોલીસ સ્ટેશનનાં OC મનોરંજન દેવ બર્માએ અભિષેક સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે. તેમાં ટીએમસીનાં સાંસદો ડોલા સેન, કુણાલ ઘોષ, મંત્રી બ્રાત્ય બાસુ, સુબલ ભૌમિક અને પ્રકાશ ચંદ્ર દાસનાં નામ સામેલ છે. તેમની સામે બે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. કલમ 186 અને 34 હેઠળ સરકારી કામમાં અવરોધ અને પોલીસનાં કામમાં અવરોધ ઉભો કરવાના આક્ષેપો થયા છે. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, રવિવારે સવારે TMC નાં 14 નેતાઓ અને કાર્યકરોની ધરપકડ બાદ મંત્રી બ્રાત્ય બાસુ અને સાંસદ ડોલા સેનની આગેવાનીમાં પાર્ટી કાર્યકર્તાઓનું એક જૂથ ખોવાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ત્યારબાદ તુરંત જ અભિષેક બેનર્જી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ પણ વાંચો – AS YOU SEE ME /  હોલીવુડ મુવીની પ્રેરણાથી ગીર સોમનાથની બે બેંકોની શાખામાં ચોરી કરવા ગયેલ  સગીર સહિત બંન્‍ને તસ્‍કરો ઝડપાયા

પોલીસે કહ્યું છે કે, ટીએમસી નેતાઓનાં જૂથે એડિશનલ એસપી અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્રિપુરા પોલીસે હવે TMC નાં ટોચનાં નેતાઓને ખોવાઈનાં એડિશનલ SP અને SDPO સાથે ગેરવર્તન કરવા અને પોલીસ કર્મચારીઓને ફરજ બજાવવાથી અટકાવવા બદલ ગુનો નોંધ્યો છે.

આપને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે અભિષેક બેનર્જી અને ટીએમસીનાં કાર્યકરો પર ત્રિપુરામાં અલગ-અલગ ઘટનાઓમાં હુમલો થયો હતો. આ પછી, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તાજેતરમાં જ અભિષેક બેનર્જી અને અન્ય લોકો પર ત્રિપુરામાં હુમલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સૂચના પર કરવામાં આવ્યા હતા.