ગુજરાત/ ખાનગી વાહનો પર પોલીસ, પ્રેસ, ડૉક્ટર નહીં લખાવી શકાય, જો લખ્યુ હશે તો થશે દંડ

રાજ્યમાં ખાનગી વાહનો પર તમે જોયુ હશે કે, વાહનનો માલિક કોઇને કોઇ હોદ્દા કે સ્ટીકર લગાવતા હોય છે. પરંતુ હવે આમ કરનાર લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે.

Top Stories Gujarat Others
  • ખાનગી વાહનો પર સ્ટીકર નહીં ચાલે,
  • ટ્રાફિક પોલીસ કમિશનરનું નવું જાહેરનામું,
  • પોલીસ, પ્રેસ, ડૉક્ટર નહીં લખાવી શકાય,
  • 13 થી 19 તારીખ સુધી ચાલશે પોલીસ ડ્રાઇવ,
  • ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા દંડ વસૂલાશે

રાજ્યમાં ખાનગી વાહનો પર તમે જોયુ જ હશે કે, વાહનનાં માલિકો પોતાનો હોદ્દો કે સ્ટીકર લગાવતા હોય છે. પરંતુ હવે ખાનગી વાહનો પર આ પ્રકારનું કોઇ પણ સ્ટીકર કે લખાણ લખનારા લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જે વાહન માલિકે પોતાના વાહન પર આ પ્રકારનું કોઇ પણ લખાણ કે સ્ટીકર લગાવ્યુ હશે તો તેને પોલીસ દંડ ફટકારશે.

આ પણ વાંચો – તાલિબાનની બર્બરતા / તાલિબાનીઓ જબરદસ્તી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, ઘણી છોકરીઓ ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહી છે

આપને જણાવી દઇએ કે, વાહનો પર કોઇને કોઇ લખાણ લખાવવાની જાણે હવે ફેશન જ થઇ ગઇ છે. કોઇ પોતાના હોદ્દાનું નામ લખાવશે તો કોઇ કઇંક બીજુ. જો કે હવે જો તમે તમારા વાહન પર કોઇ આ પ્રકારનું લખાણ લખાવ્યુ હોય તો તેેને દૂર કરી દેજો. હવેથી ખાનગી વાહનો પર સ્ટીકર લગાવવુ તમને જ ભારે પડી શકે છે. ટ્રાફિક પોલીસ કમિશનરે આ અંગે હવે જાહેરનામું બહાર પાડ્યુ છે. હવે તમે તમારા ખાનગી વાહનો પર પ્રેસ, પોલીસ, ડોક્ટર લખાવી શકશો નહી. આ લખાણ લખાવેલા જે પણ વાહનો જોવા મળશે તેને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે. જણાવી દઇએ કે, તારીખ 13થી 19 સુધી આ પોલીસની ડ્રાઇવ ચાલશે. ચેકિંગ દરમ્યાન જેણે પોતાના ખાનગી વાહનો પર સ્ટીકર કે કોઇ પણ લખાણ લખાવ્યુ હશે તેને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે. આ પ્રકારનાં લખાણ કે સ્ટીકર પ્રાઈવેટ વાહનો ઉપરથી ઉતારી કાઢવાના રહેશે. જણાવી દઇએ કે, પોતાના ખાનગી વાહનો ઉપર હોદ્દો કે કોઇપણ શબ્દ લખેલા સ્ટીકર કે લખાણથી ઓળખવિધિ કરી શકાશે નહી.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

તમે જોયુ હશે કે, ઘણા લોકો પોતાના ખાનગી વાહનો પર ખાસ કરીને પોતાનો હોદ્દો લખાવતા હોય છે, જે હવે ટ્રાફિક પોલીસ ચલાવશે નહી. જો પોલીસનાં કર્મચારીઓ દ્વારા તેમના વાહનો પર આ પ્રકારનું લખાણ હશે તો તેમની પાસેથી પણ દંડ વસૂલવામાં આવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…