અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન શરૂ થયું છે. જ્યારે તાલિબાનો રસ્તા પર લોકોની તલાસી લઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેના વિશે મોટો દાવો કર્યો છે. થરૂરે કહ્યું કે તાલિબાનમાં બે ભારતીયો પણ સામેલ છે આ બંને કેરળ પ્રાંતના રહેવાસી છે.
It sounds as if there are at least two Malayali Taliban here — one who says “samsarikkette” around the 8-second mark & another who understands him! https://t.co/SSdrhTLsBG
— Shashi Tharoor (@ShashiTharoor) August 17, 2021
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનનું દમનકારી શાસન શરૂ થયું છે. કાબુલના રસ્તાઓ તેમજ અન્ય શહેરોમાં અરાજકતાનું વાતાવરણ છે. તાલિબાનો વાહનો રોકીને લોકોની શોધ કરી રહ્યા છે. આ સાથે લોકો સાથે ગેરવર્તનના બનાવો પણ સામે આવી રહ્યા છે. દરમિયાન, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે અફઘાનિસ્તાનમાં આતંક મચાવી રહેલા તાલિબાનીઓ વિશે મોટો ખુલાસો કર્યો છે. શશી થરૂરે કહ્યું કે બે ભારતીય યુવાનો પણ આ વિનાશમાં સામેલ છે. શશી થરૂરે દાવો કર્યો છે કે આ બંને વ્યક્તિઓ કેરળના રહેવાસી છે અને બંને મલયાલમ ભાષામાં બોલી રહ્યા છે.
તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં આ બે શખ્સો હાથમાં બંદૂક પકડી રહ્યા છે અને તેઓ મલયાલમ ભાષા બોલી રહ્યા છે. વીડિયો શેર કરતા શશી થરૂરે લખ્યું, ‘આ સાંભળીને લાગે છે કે ત્યાં બે મલયાલી તાલિબાન પણ હાજર છે. તેમાંથી એક 8 સેકન્ડ સુધી મલયાલમ બોલ્યો અને બીજો તેને સાંભળી રહ્યો છે.
