ઉત્તર પ્રદેશના ફરીથી મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ એક્શનમાં છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં બુલડોઝર દોડવા લાગ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સીએમ યોગીએ કહ્યું હતું કે ચૂંટણી પરિણામો આવતાં જ ફરીથી બુલડોઝર નીકળી જશે. યોગીની નવી ઓળખ બુલડોઝર બાબાની બની છે. ફરી એકવાર યોગીએ પોલીસ અધિકારીઓ પર કડકાઈ દાખવવાનું શરૂ કર્યું છે. તેમણે ગાઝિયાબાદના SSP પવન કુમારને કામમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચો:ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહિનામાં ત્રીજી વખત આવશે રાજકોટની મુલાકાતે
અયોધ્યા જતા પહેલા સીએમ યોગી આદિત્યનાથે આજે પોતાના ઘરે ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે આગામી 100 દિવસનો એજન્ડા તૈયાર કરવા જણાવ્યું છે. પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
યોગીએ 2 એપ્રિલથી ફરીથી શાળાઓ અને કોલેજોમાં મિશન શક્તિ હેઠળ જાગૃતિ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. યોગીએ કહ્યું કે એક રોડમેપ એ રીતે તૈયાર થવો જોઈએ કે આગામી સો દિવસમાં ઓછામાં ઓછા દસ હજાર પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવે.
લખનૌમાં મુખ્યમંત્રીના સત્તાવાર યોજાયેલી બેઠકમાં યોગીએ અધિકારીઓને દરેક પોલીસ સ્ટેશન સ્તરે ટોચના દસ ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. આ જ કામગીરી જિલ્લા કક્ષાએ થવી જોઈએ. યોગીએ કહ્યું કે, ગુનેગારો સામેની કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, દરેક તાલુકામાં ફાયર બ્રિગેડ સ્ટેશનની સ્થાપના કરવી જોઈએ.
આ પણ વાંચો: પાકિસ્તાનનાં વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું, ‘સમય આવી ગયો છે, દેશની જનતાએ મોટો નિર્ણય લેવો જોઈએ’
આ પણ વાંચો:કોરોનાની ચોથી લહેર આવી શકે છે, IITના વૈજ્ઞાનિકે કર્યો આ દાવો
