Covid-19/ મંગળવારે આવેલા ઘટાડા બાદ આજે કોરોનાનાં નવા કેસોમાં થયો વધારો

મંગળવારે દેશમાં કોરોનાનાં કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે એકવાર ફરી, સંક્રમણનાં નવા કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે.

Top Stories Business

મંગળવારે દેશમાં કોરોનાનાં કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે એકવાર ફરી, સંક્રમણનાં નવા કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 35,178 નવા કેસ નોંધાયા છે જ્યારે 37,169 લોકો કોરોનામાંથી ઠીક થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો – મેરેથોન /  ત્રીજી રન ફોર યુનિટી શરુ કરનારા અભિનેતા મિલિંદ સોમન 22મીએ SOU પહોંચશે,મુંબઇના શિવાજી પાર્કથી  416 કિલો મીટર દોડશે

બીજી બાજુ, જો આપણે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 440 લોકોનાં મોત થયા છે. હાલમાં, દેશમાં હજુ પણ કોરોનાનાં 3,22,85,857 સક્રિય કેસ છે. દેશમાં ગયા વર્ષે કોરોનાની દસ્તક બાદ, અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ સંક્રમણનાં કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમણનાં કુલ 3,22,85,857 કેસ નોંધાયા છે. સારી વાત એ છે કે સંક્રમણમાંથી રિકવરી રેટ ઘણો સારો રહ્યો છે, જેના કારણે 3,14,85,923 લોકો સંક્રમણમાંથી ઠીક થયા છે. કોરોના મહામારીએ દેશમાં અત્યાર સુધીમાં 4,32,519 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો – આતંકનો ઓછાયો / તાલિબાન આતંકી સંગઠનને અમે અફઘાનિસ્તાનની નવી સરકાર તરીકે માન્યતા નહી આપીએઃ કેનેડા

કોરોના સામેની લડાઈમાં રસી એક મહત્વનું હથિયાર બની છે અને દેશમાં લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લોકોને કોરોનાનાં કુલ 56,06,52,030 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 55,05,075 લોકોને રસી આપવામાં આવી છે. વળી, દેશમાં અત્યાર સુધીમાં 49.84 કરોડ કોરોના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. ભારતમાં કુલ કોરોનાનાં કેસમાંથી માત્ર 1.14 ટકા સક્રિય કેસ બાકી રહ્યા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. બીજી બાજુ, જો આપણે કોરોનામાંથી રિકવરી રેટની વાત કરીએ તો તે 97.52 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.