ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, તે ચેન્નાઇમાં શાકભાજી ખરીદવા પહોચ્યા હતા અને શાકભાજી ખરીદ્યા હતા, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Some glimpses from Smt @nsitharaman‘s visit to Mylapore market in Chennai. https://t.co/GQiPiC5ui5 pic.twitter.com/fjuNVhfY8e
— NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022
નાણા મંત્રી નિર્મલા સીતારામણની સાદગીની વાતો અવારનવાર સામે આવતી રહેતી હોય છે. આ પહેલા તેઓ એક ચાલુ કાર્યક્રમમાં મહિલા એમડીને પાણી પીવડાવતા જોવા મળ્યાં હતા અને હવે તેઓ ચેન્નઈના શાકમાર્કેટમાં શાકભાજી ખરીદતા જોવા મળ્યાં છે. ખુદ સીતારામણે આ પ્રસંગનો એક વીડિયો શેર કર્યો છે.
During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh
— NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022
ચેન્નઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા સીતારામણે માયલાપોર વિસ્તારમાં પહોંચ્યાં હતા અને તેમણે કાછિયા પાસેથી બટાટાં અને દૂધી તથા કારેલા ખરીદ્યાં હતા. તેઓ શાકભાજી વેચનાર સાથે વાતોએ પણ વળગ્યાં હતા.
