Not Set/ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલિબાનોએ કરી ગોળીબાર અસંખ્ય લોકોના મોતના અહેવાલ

અસદાબાદમાં કેટલાક લોકોએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રેલી કાઢી  રહ્યા હતા ત્યારે તાલિબાનોએ દેશનો ધ્વજ ફરકાવતા કેટલાક લોકો પર ગોળીબાર કર્યો

Top Stories World

ગુરુવારે અફઘાનિસ્તાનના અસદાબાદ શહેરમાં દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે રેલી કાઢતા લોકો પર તાલિબાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સાથે જ તેમની માનસિકતા  સ્પષ્ટ થઈ ગઇ છે.  તાલિબાન તેની છબી સુધારવા માટે ગમે તેટલો પ્રયત્ન કરે, પરંતુ તેમ છતાં હિંસા  સાથે તેનો લગાવ અકબંધ છે.

અસદાબાદમાં કેટલાક લોકોએ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે રેલી કાઢી  રહ્યા હતા. તે સમય દરમિયાન તાલિબાનોએ દેશનો ધ્વજ ફરકાવતા કેટલાક લોકો પર ગોળીબાર કર્યો હતો, જે બાદ નાસભાગની સ્થિતિનું નિર્માણ થયું હતું . જો કે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, નાસભાગથી કેટલાક લોકો મર્યા છે અને કેચટલાક નાસભાગથી હજી સુધી એ વાત સ્પષ્ટ થઇ નથી.

હાલમાં તાલિબાન દ્વારા આ અંગે કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.નોંધનીય છે કે  અફઘાનિસ્તાનમાં દર વર્ષે 19 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.અગાઉ બુધવારે એવાે દાવાઓ કરવામાં આવ્યો હતો કે  તાલિબાનોએ કાબુલ એરપોર્ટ પર મહિલાઓ અને બાળકો પર પણ હુમલો કર્યો છે. તાલિબાનનાેએ  એરપોર્ટ પરથી ભીડને હટાવવા માટે  ગોળીબાર કર્યો હતો.