રક્ષાબંધન નો તહેવાર એ ભાઈ અને બહેન નો પ્રિય તહેવાર હોઈ છે. જેમાં બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધે છે અને મીઠું મો કરવાતી હોય છે,અને પોતાના ભાઈની રક્ષા માટે પ્રાથના કરતી હોય છે . ત્યારે ચાલો આપને રક્ષાબંધન પર ભાઈને મીઠું મોઢું કરવવા ઘરે બનાવીએ આ મીઠાઈઓ.
નાળિયેરના લાડુ:જો મીઠી અને સૌથી ઝડપી રેસિપી બનાવવી હોય તો નાળિયેરના લાડુથી બેસ્ટ કુછ ભી નહીં. તેને બનાવવા માટે માત્ર બે વસ્તુ જોઈશે. એક તો છીણેલું નાળિયેર અને બીજું કન્ડેન્સ્ડ દૂધ. બસ. તમારે આ બંનેને એક બાઉલમાં મુકીને કણક ન બને ત્યાં સુધી મિક્સ કરવું પડશે. બસ એ બની જાય એટલે તમે નાના લાડુ તૈયાર કરી લો અને ફ્રિજમાં સ્ટોર કરી દો.

દુધના પેંડા:દુધ સૌના ઘરમાં હોય જ. એનાથી મીઠાઈ કે આ પેંડા બનાવવી એકદમ આસાન છે. દૂધના પેંડા અને નારિયેળના લાડુ સરખા જેવા જ સમજો. તફાવત માત્ર એટલો જ છે કે દૂધના પેંડા નારિયેળને બદલે માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધ ગરમ કરી ઘટ્ટ માવો બનાવો એમાં ખાંડ ઉમેરો. સ્વાદ માટે ડ્રાયફ્રુટ્સ અને ઈલાયચી પાવડર ઉમેરી શકો છો.


