Not Set/ ગામડામાં ખેડૂતો અને સરપંચોને સરકારે મજબૂત કર્યા છે : પરસોત્તમભાઇ રૂપાલા

ઉંઝાથી જન આશિર્વાદ યાત્રા લઇને નીકળેલા કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ રાત્રી રોકાણ સરધારમાં કર્યા બાદ આજે સવારે પત્રકાર પરિષદ સંબોધી હતી.

Top Stories Gujarat

વિપક્ષ પર નિશાન સાધના પરસોત્તમભાઇ રૂપાલાએ કહ્યું હતું કે યાત્રાઓ ભાજપની પ્રકૃતિમાં છે. કોંગ્રેસ વર્ષોથી વાતો કરે છે. ભાજપે સોમનાથની અયોઘ્યાની રથયાત્રા કાઢી પૂરા દેશને જોડયો હતો. જન આશિર્વાદ યાત્રાને પણ લોકોના આશિર્વાદ મળી રહ્યા છે.ઉંઝાથી જન આશિર્વાદ યાત્રા લઇને નીકળેલા કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ રાત્રી રોકાણ સરધારમાં કર્યા બાદ આજે સવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેઓએ ખેંચાયેલા વરસાદની સ્થિતિમાં પહેલા પાણી પીવા માટે અને બાદમાં સિંચાઇ માટે રહેશે તેવુ કહ્યુ છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યુ હતું કે ચાલુ વર્ષે હજુ સુધી વરસાદ ખેંચાયેલો હોય ડેમોમાં રહેલા પાણીમાંથી પહેલા પીવા માટે અનામત રાખવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ગામડામાં ખેડૂતો અને સરપંચોને સરકારે મજબૂત કર્યા છે.


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા બંધ માટે ઉપવાસ કર્યા હતા

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સિંચાઇ અને ખેડૂતો માટે પણ વિચારણા કરવામાં આવશે. દુધમાં ભેળસેળના કારોબાર અંગે તેમણે કહ્યું હતું કે આવી પ્રવૃતિ કરનારા સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. સરકારી તંત્ર સઘન ચેકીંગ કરી પગલા લઇ રહ્યું છે. નાગરિકો પણ આ અંગે માહિતી આપીને તંત્રને મદદ કરે એ જરૂરી છે. છતા અમુક લોકોના કારણે અમુલ જેવા દૂધ સંઘો બદનામ ન થાય તેનું ઘ્યાન રાખવાની જરૂર છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા બંધ માટે ઉપવાસ કર્યા હતા. ગુજરાત સહિત ચાર રાજયોને તેનો ફાયદો થયો હતો. લોક ભાગીદારોથી એક ડેમ સહિતના સ્ત્રોત વધારતા ઉદ્યોગને પણ ફાયદો થયો હતો. નર્મદાના પાણી વડાપ્રધાને સૌ પ્રથમ વખત સાબરમતિમાં છોડયા હતાં. પરીએજ યોજના થકી પાઇપ લાઇન યોજના બનાવી પીવા અને સિંચાઇના પાણીની વ્યવસ્થા કરી હતી.

ગામડામાં ખેડૂતો અને સરપંચોને સરકારે મજબૂત કર્યા છે

પીવાના પાણીનું સમગ્ર દેશમાં સંકલીત આયોજન થાય તે માટે જળશકિત મંત્રાલય રચવામાં આવ્યુ છે. બે વર્ષમાં ત્રણ કરોડ લોકોને ઘર સુધી નળ અપાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ગામડામાં ખેડૂતો અને સરપંચોને સરકારે મજબૂત કર્યા છે. તેમને વધુ અધિકાર આપ્યા છે. ખેડૂતો બાદ માછીમારો અને સરપંચોના ખાતામાં પણ નાણા સીધા જમા થાય તેવી વ્યવસ્થાને મંજૂરી આપી દેવાઇ છે. વડાપ્રધાનની સિઘ્ધિઓ વર્ણવતા તેમણે વધુમાં કહ્યું હતું કે કલમ 370 રદ કરવાથી માંડી એમએસપી મારફત ખેડૂતોને પણ મદદ કરી છે. ગુજરાતના ખેડૂતોને શૂન્ય ટકા દરથી પાક ધીરાણ મળે છે.

ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા માલધારી સમાજના અસલી પહેરવેશમાં