અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ ક્રિકેટર રાશિદ ખાન તેના પરિવાર માટે ચિંતિત છે. હાલમાં તે ઈંગ્લેન્ડની પ્રખ્યાત ક્રિકેટ લીગ ‘ધ હન્ડ્રેડ’માં રમી રહ્યો છે.ટ્રેન્ટ રોકેટ્સ ટીમે કહ્યું છે કે અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન પોતાના દેશમાં મુશ્કેલ પરિસ્થિતિમાં રહેતા પરિવારની ચિંતા કરી રહ્યો છે પરંતુ ટીમ તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે.’ધ હન્ડ્રેડ’ની ફ્રેન્ચાઇઝી ટ્રેન્ટ રોકેટ્સને લાગે છે કે રાશિદ ખાન પરિવાર માટે ચિંતિત છે અને તેથી જ તે ટુર્નામેન્ટ દરમિયાન પોતાનો મૂળ સ્વભાવમાં જોવા મળતો નથી.
Today let us take some time to value our nation and never forget the sacrifices. We hope and pray for the peaceful , developed and United nation INSHALLAH #happyindependenceday 🇦🇫🇦🇫 pic.twitter.com/ZbDpFS4e20
— Rashid Khan (@rashidkhan_19) August 19, 2021
22 વર્ષીય અફઘાન ક્રિકેટર રાશિદ ખાન ટ્રેન્ટ રોકેટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જેમણે શુક્રવારે સધર્ન બ્રેવ્સ ટીમ સામે એલિમિનેટર મેચ રમી હતી.ટ્રેન્ટ રોકેટ્સના કેપ્ટન લેવિસ ગ્રેગરીએ સ્કાય સ્પોર્ટ્સને જણાવ્યું હતું કે, “અમારે છોકરોઓનું એક મોટું જૂથ છે અને આ દિવસોમાં રાશિદને વ્યસ્ત રાખવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને શક્ય તેટલી તેની સંભાળ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.ઉલ્લેખનીય છે કે તાલિબાનો તેમની ક્રૂરતા માટે જણીતા છે.
ફતવો જારી / અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ જાહેર કર્યો પહેલો ફતવો જાણો શું છે…
