જાપાનના યામાનાશી, ફુજિયોશિદામાં વિશ્વનું સૌથી ઝડપી રોલરકોસ્ટર શરૂ કરવામાં આવ્યું હતું.આ રોલકોસટર 2001ની 21 ડિસેમ્બરે શરૂ કરવામાં આવ્યું હતું પ્રતિ કલાકના ૧૭૨ કિલોમીટરની ઝડપે ફરતા એ રોલરકોસ્ટરમાં રાઇડ કરનાર ઘણાના હાથપગ ભાંગ્યા હતા. તીવ્ર ગતિને કારણે હાડકાં ભાંગવાની ફરિયાદને કારણે તેની લોકપ્રિયતા ઘટી ગઈ હતી. દો દોન્પા નામનું એ રોલરકોસ્ટર ફુજિયોશિદાના ફુજિ ક્યુ હાઇલૅન્ડ પર હતું. દો દોન્પા બન્યું એ પહેલાં સૌથી વધારે ઝડપનો વિક્રમ ‘સુપરમેન : ધ એસ્કેપ ઍન્ડ ટાવર ઑફ ટેરર’ના નામે હતો.
૨૦ વર્ષમાં સાહસના શોખીન હજારો લોકો સુપરસ્પીડિંગ રોલરકોસ્ટરમાં રાઇડ માણી ચૂક્યા છે, પરંતુ એ સુપરસ્પીડને કારણે ઈજા પામેલા લોકોની સંખ્યા પણ ઓછી નથી. ૨૦૨૦ દરમ્યાન એવા નોંધપાત્ર અનુભવો થયા હતા. ૨૦૨૦ના ડિસેમ્બર મહિના પછી રાઇડ માણનારા છ જણનાં હાડકાંમાં ફ્રૅક્ચરની ઘટનાઓ નોંધાઈ હતી. એ પહેલાં ૨૦૦૭ની ૧૫ મેએ ૩૭ વર્ષના એક માણસના જમણા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આવી અનેક ઘટનાઓને પગલે એ રોલરકોસ્ટર બંધ કરી દેવામાં આવ્યું છે.
