નિર્ણય/ વિશ્વનું ફાસ્ટેસ્ટ રોલરકોસ્ટરને બંધ કરવામાં આવ્યું

૨૦૨૦ દરમ્યાન એવા નોંધપાત્ર અનુભવો થયા હતા. ૨૦૨૦ના ડિસેમ્બર મહિના પછી રાઇડ માણનારા છ જણનાં હાડકાંમાં ફ્રૅક્ચરની ઘટનાઓ નોંધાઈ હતી

World

જાપાનના યામાનાશી, ફુજિયોશિદામાં વિશ્વનું સૌથી ઝડપી રોલરકોસ્ટર શરૂ કરવામાં આવ્યું હતું.આ રોલકોસટર 2001ની 21 ડિસેમ્બરે શરૂ કરવામાં આવ્યું હતું પ્રતિ કલાકના ૧૭૨ કિલોમીટરની ઝડપે ફરતા એ રોલરકોસ્ટરમાં રાઇડ કરનાર ઘણાના હાથપગ ભાંગ્યા હતા. તીવ્ર ગતિને કારણે હાડકાં ભાંગવાની ફરિયાદને કારણે તેની લોકપ્રિયતા ઘટી ગઈ હતી. દો દોન્પા નામનું એ રોલરકોસ્ટર ફુજિયોશિદાના ફુજિ ક્યુ હાઇલૅન્ડ પર હતું. દો દોન્પા બન્યું એ પહેલાં સૌથી વધારે ઝડપનો વિક્રમ ‘સુપરમેન :  ધ એસ્કેપ ઍન્ડ ટાવર ઑફ ટેરર’ના નામે હતો.

૨૦ વર્ષમાં સાહસના શોખીન હજારો લોકો સુપરસ્પીડિંગ રોલરકોસ્ટરમાં રાઇડ માણી ચૂક્યા છે, પરંતુ એ સુપરસ્પીડને કારણે ઈજા પામેલા લોકોની સંખ્યા પણ ઓછી નથી. ૨૦૨૦ દરમ્યાન એવા નોંધપાત્ર અનુભવો થયા હતા. ૨૦૨૦ના ડિસેમ્બર મહિના પછી રાઇડ માણનારા છ જણનાં હાડકાંમાં ફ્રૅક્ચરની ઘટનાઓ નોંધાઈ હતી. એ પહેલાં  ૨૦૦૭ની ૧૫ મેએ ૩૭ વર્ષના એક માણસના જમણા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આવી અનેક ઘટનાઓને પગલે એ રોલરકોસ્ટર બંધ કરી દેવામાં આવ્યું છે.