Not Set/ અફઘાનિસ્તાનના કાબુલમાં ચોથો બ્લાસ્ટ થતાં લોકોમાં ભારે દહેશત

આ અગાઉ થયેલા બ્લાસ્ટમાં 60 લોકોના માેત નિપજ્યા છે જેમાં 12 અમેરિકન સૈનિકોના મોત પણ નિપજ્યા છે. અને આ બ્લાસ્ટમાં 140 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં છે

Top Stories

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ બહાર સીરિયલ બ્લાસ્ટ થઇ રહ્યા  છે અને વધુ  એક બ્લાસ્ટ થયો છે આ બ્લાસ્ટ થોડા  સમય પહેલા  જ થયાે છે તેમાં કેટલાક મોત કે ઇજાગ્રસ્તના  હાલ કોઇ આકડા નથી પણ કાબુલમાં સીરિયલ બ્લાસ્ટ થઇ રહ્યા છે સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાઇ ગઇ છે.આ અગાઉ થયેલા બ્લાસ્ટમાં 60 લોકોના માેત નિપજ્યા છે જેમાં 12 અમેરિકન સૈનિકોના મોત પણ નિપજ્યા છે. અને આ બ્લાસ્ટમાં 140 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં છે અને આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ છે .

કાબુલમાં સીરિયલ બ્લાસ્ટ થઇ રહ્યા છે અને લોકોમરી રહ્યા છે કાબુલના દારૂલ અમનમાં ફાયરિગંની ઘટના બાદ તરત જ ત્રીજો બ્લાસ્ટ થયો હતો બે બ્લાસ્ટમાં નુકશઆનની વિગતો હાલ પ્રાપ્ત નથી,કાબુલમાં અમેરિકા સૈનિકો સહિત અફઘાનિસ્તાનના નાગરિકોનાં મોત નિપજ્યા છે. આ સીરિયલ બ્લાસ્ટના લીધે બ્રિટને આપતકાળની સત્વરે બેઠક બોલાવી છે આ હુમાલની જવાબદારી આઇએસે લીધી છે. કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટની માહિતી  પહેલાથી જ અમેરિકાએ આપી દીધી હતી અને પોતાના નાગરિકોને ચેતવ્યા હતા   કે એરપોર્ટથી દૂર રહે ,હજીપણ બ્લાસ્ટ થઇ શકે છે આજની રાત કાબુલ માટે ભારી છે.