વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ની યુરોપ શાખાના વડાએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેઓ યુએસ સરકારના ટોચના ચેપી રોગ નિષ્ણાતો સાથે સંમત છે કે કોરોના રસીનો ત્રીજો ડોઝ અતિ સંવેદનશીલ લોકો માટે જરૂરૂ છે જેનાથી તેમને ફાયદો પહોચી શકે છે. કોરોના સંક્રમમનો ફેલાવો ખૂબ જ ચિંતાજનક ગણાવતા ડો.હન્સ ક્લુગે કહ્યું કે, ‘ યુરોપમાં સમાવિષ્ટ 53 દેશોમાં 33 માંથી એક સપ્તાહથી વધુ સમયમાં કેસોમાં 10 ટકાનો અતિરેક વધારો થયો છે.
ક્લુગે કહ્યું કે ત્રીજો ડોઝ કે જે સૌથી નબળા લોકોને સુરક્ષિત રાખવા માટે છે. તેમણે એમ પણ કહ્યું કે જે સમૃદ્ધ દેશોમાં વધુ રસીઓ ઉપલબ્ધ છે, તેઓ એ અન્ય દેશો સાથે વહેંચવી જોઈએ જ્યાં રસીઓની અછત છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના રસીના બૂસ્ટર ડોઝને લઈને ચર્ચાઓ થઈ રહી છે. લોકોના મનમાં પ્રશ્ન એ છે કે બે ડોઝ લીધા પછી પણ તેમને ત્રીજા ડોઝની જરૂર પડી શકે છે? તમે WHO ના આ લોબિંગને તમારા પ્રશ્નોના જવાબ તરીકે ગણી શકો છો.
