Not Set/ ફરી એકવાર ખોટો ઈતિહાસ કહ્યો પીએમ મોદીએ, આ વખતે મગહરમાં ભૂલ થઇ

પ્રધાનમંત્રી મોદી પોતાની ભાષણ કલા માટે આખી દુનિયામાં મશહૂર છે. પરંતુ ઈતિહાસ સાથે જોડાયેલા તથ્યો બાબતે ભૂલો કરતા પીએમ મગહરમાં પણ એક ભૂલ કરી બેઠા હતા. હકીકતમાં કબીરના 620માં પ્રગટ્ય દિવસ પર મોદી મગહર પહોચ્યા હતા. અહી એમણે સૌથી પહેલા કબીરને નમન કર્યા હતા. અને એમની સમાધિ પર ચાદર ચડાવી હતી. યુપીના મુખ્યમંત્રી યોગી અને […]

Top Stories India

પ્રધાનમંત્રી મોદી પોતાની ભાષણ કલા માટે આખી દુનિયામાં મશહૂર છે. પરંતુ ઈતિહાસ સાથે જોડાયેલા તથ્યો બાબતે ભૂલો કરતા પીએમ મગહરમાં પણ એક ભૂલ કરી બેઠા હતા.

હકીકતમાં કબીરના 620માં પ્રગટ્ય દિવસ પર મોદી મગહર પહોચ્યા હતા. અહી એમણે સૌથી પહેલા કબીરને નમન કર્યા હતા. અને એમની સમાધિ પર ચાદર ચડાવી હતી. યુપીના મુખ્યમંત્રી યોગી અને બીજા ભાજપના નેતાઓની હાજરીમાં મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે સમાજને સદિયોથી દિશા આપી રહેલા માર્ગદર્શક, સમભાવ અને સમરસતાના પ્રતિબિંબ મહાત્મા કબીરને એમની નિર્વાણ ભૂમિ પરથી કોટી-કોટી નમન કરું છુ. એવું કહેવાય છે કે અહી સંત કબીર, ગુરુ નાનકદેવ અને બાબા ગોરખનાથે એકસાથે બેસીને આધ્યાત્મિક ચર્ચા કરી હતી.

જણાવી દઈએ કે પીએમ મોદીએ જે ત્રણ મહાપુરુષોની એકસાથે બેસીને ચર્ચાની વાત કરી , તે તથ્યાત્મક રૂપથી સાચી નથી. કારણ કે બાબા ગોરખનાથનો કાળ બંને સંતોથી અલગ છે.

નાથ સંપ્રદાયની સ્થાપના કરવા વાળા બાબા ગોરખનાથનો જીવનકાળ, સંત કબીર અને ગુરુ નાનક કરતા પહેલાનો છે. બાબા ગોરખ્નાથનો જન્મ 11મી સદીમાં થયો હતો. જયારે 120 વર્ષ જીવનારા સંત કબીરનો જન્મ 14મી સદીના અંતમાં થયો હતો.

ગુરુ નાનકનો જીવનકાળ 15મી સદીથી 16મી સદી વચ્ચેનો છે. એક જ સમયકાળમાં હોવાના કારણે ગુરુ નાનક અને સંત કબીરની મુલાકાત ની વાત સમાજમાં આવે છે. પરંતુ આ બંને મહાપુરુષોના ઘણા વર્ષ પહેલા થયેલા ગોરખનાથની આધ્યાત્મિક ચર્ચા સમાજ બહાર છે.

આવું પહેલી વાર નથી કે પોતાના ભાષણમાં ઈતિહાસિક તથ્ય બતાવતા પીએમ મોદીની ભૂલ થઇ હોઈ. આ પહેલા પણ પીએમ મોદી દ્વારા આવી ભૂલો થઇ ચુકી છે.